ટ્રાવેલ બેન બાદ હવે USએ 8 ઉત્તર કોરિયન બેંક અને 26 ઓફિસર પર ફરમાવ્યો પ્રતિબંધ

Sep 27, 2017 11:29 AM IST | Updated on: Sep 27, 2017 11:29 AM IST

અમેરિકન અને ઉત્તર કોરિયા વચ્ચે વધેલા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આઠ ઉત્તર કોરિયન બેંક અને 26 બેંકનાં અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઇએ કે ઉત્તર કોરિયાનાં પરમાણુ કાર્યક્રમ મામલે ટ્રમ્પ ઉત્તર કોરિયા પર ટ્રાવેલ બેન પણ લગાવી ચુક્યા છે.

અમેરિકન નાણા પ્રધાન સ્ટીવન ન્યૂચિને તેમનાં એક નિવેદનમાં કહ્યું છે કે, શાંતિપૂર્ણ અને પરમાણુ હથિયારોથી મુક્ત કોરિયન દેશોનાં સમુહને ઉત્તર કોરિયાથી અલગ કરવાની દિશામાં પહેલું પગલું છે. તે બાદ આ બેંકો અને લોકોની અમેરિકામાં તમામ સંપત્તીઓ અને હિતો પર પ્રતિબંધ લાગી જશે.

ટ્રાવેલ બેન બાદ હવે USએ 8 ઉત્તર કોરિયન બેંક અને 26 ઓફિસર પર ફરમાવ્યો પ્રતિબંધ

પ્રતિબંધ સમય આધારિત નહીં, શરત આધારિત

એક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા માટે અહમ છે અને શરત આધારિત છે ન કે સમય આધારિત. તેમણે ઉમેર્યુ કે, જો કોઇ દેશ અમેરિકાનાં પ્રવાસ માટેની તમામ જરૂરિયાત સંપૂર્ણ પણે અદા કરે છે તો તેનું નામ લિસ્ટમાંથી હટાવી શકાય છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે આ લિસ્ટ વિદેશ નિતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદને રોકવા માટે બનાવવામાં આવી છે.

ટ્રમ્પનું કહેવું,

નવાં આદેશમાં રાષ્ટ્રપતિનું કહેવું છે કે, દેશો પર તેમનાં નાગરીકોને ઓળખવાની પ્રક્રિયામાં સુધાર કરવા અને અમેરિકાની સાથે માહિતી પૂરી પાડવામાં આવે તે માટે આ કાર્યવાહી જરૂરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર