રાહુલ ગાંધીની હાજરીમાં અલ્પેશ શામેલ થયો કોંગ્રેસમાં

Oct 23, 2017 03:23 PM IST | Updated on: Oct 23, 2017 04:27 PM IST

રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે પક્ષમાં શામેલ કર્યા.. આ સમયે કોંગ્રેસ અને OBC નેતાનાં સમર્થકો હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. હાલમાં રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત અગત્યની છે.

કોંગ્રેસ સંગઠનની ચૂંટણી પૂરી થવા સાથે જ 26 ઓક્ટોબરના રોજ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ જાહેર કરવામાં આવે અને મા સોનિયા ગાંધી પાસેથી તેઓ 30 ઓક્ટોબરના રોજ વિધિવત્ રીતે પક્ષનાં અધ્યક્ષપદનો હવાલો સંભાળે તેવા સંકેત મળી રહ્યા છે.

રાહુલ ગાંધીની હાજરીમાં અલ્પેશ શામેલ થયો કોંગ્રેસમાં

આ સાથે જ અલ્પેશે સભા સંબોંધન કરતાં કહ્યું કે,

 • ગુજરાતમાં 125 પ્લસ બેઠકો સાથે કોંગ્રેસ બનાવશે સરકાર
 • ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે
 • વિકાસનો જન્મ જ નથી થયો
 • ઠાકોરસેના અને કોંગ્રેસની વિચારધારા એક જ છે
 • સરકાર તમામ પ્રશ્ને નિષ્ફળ ગઈ છે
 • ગુજરાતમાં આપણાં પ્રાણપ્રશ્ન માટે લડી રહ્યા છીએ
 • સમય હવે પરિવર્તનનો છે
 • રાજનીતિમાં આવવાનો નિર્ણય જનતાનો છે
 • આપણે ગુજરાતની વ્યવસ્થા સુધારવાની છે
 • સરકાર ગરીબોની નહીં પણ અમીરોની જ વાત કરે છે
 • સરકારે એકપણ વખત મળવા નથી બોલાવ્યા
 • બીજેપી સરકારે હંમેશા ગરીબોનું નથી સાંભળ્યું
 • આપણે આંદોલન ન કરવું પડે એવી સરકાર લાવવાની છે
 • અમારા યુવાનો બેકાર છે
 • આપણે આપણા દરેક સમાજનો વિકાસ કરવાનો છે
 • રાહુલ ગાંધી દેશના મસિહા છે
 • સરકારે રોજગારી, દારૂબંધી અને મજબૂત શિક્ષણ આપવાની જવાબદારી લેવાની હતી પણ એ થયું નહીં
 • વિકાસ થશે તો આંદોલનની જરૂર નહીં પડે
 • અમે દારૂબંધી અને શિક્ષણ માટે વર્ષોથી વાત કરીએ છીએ પણ સરકારને કંઈ પડી નથી
 • ગુજરાતમાં સાત વર્ષથી આપણે વિકાસ પાછળ દોડી રહ્યા છીએ

શું છે રાહુલ ગાંધીનો આગળનો કાર્યક્રમ?

રાહુલ ગાંધી પછી હવે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે પણ ખાસ મુલાકાત કરી શકે તે બાદ રાહુલ ગાંધી પાટીદાર સમાજ અને પાટીદાર સમાજનાં આગેવાનો સાથે ખાસ મુલાકાત કરવાના છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર