ટીમ ઋત્વીજની પ્રથમ પ્રદેશ બેઠક,યુવાઓને ભાજપમાં જોડવા રણનીતિ તૈયાર

Apr 04, 2017 04:11 PM IST | Updated on: Apr 05, 2017 04:27 PM IST

ગુજરાતમા ભાજપની જીતમા યુવા મોરચો મહત્વની ભૂમિકામા રહ્યો છે. 2017એ ગુજરાત માટે ચૂંટણીનુ વર્ષ છે ત્યારે યુવા મોચરાએ પણ કમર કસી લીઘી છે. અને આગામી દિવસોમા કાર્યક્રમ ઘડી નાખ્યા છે. ટીમ રૂત્વિજની કમલમ ખાતે પ્રથમ પ્રદેશ બેઠકમાં જ રમત ગમતના માધ્યમથી યુવાઓને ભાજપમાં જોડવાની રણનીતી તૈયાર કરી દેવાઇ છે.

rutvij patel

2017એ ગુજરાત માટે ચૂંંટણી વર્ષ છે ત્યારે ભાજપની જીતમા અહેમ રોલ ગણાતા એવા યુવા મોરચા દ્વારા ચૂંટણીને ઘ્યાનમા રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. એપ્રિલ મહિનામા રમતોત્વથી માંડીને વિવિધ કાર્યક્રમો દ્વારા રાજયભરમા યુવાઓને ભાજપ સાથે જોડવાનો પ્લાન ઘડવામા આવ્યો છે.

જ્યાં એક તરફ  bjym દ્વારા યુવાનોએ કાર્યક્રમ મારફતે ભાજપ સાથે જોડવામા આવશે ત્યાં બીજી તરફ સમાજમા ચાલતા આંદોલનો પાછળ કોગ્રેસનો હાથ હોવાનુ અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનુ પણ  bjym પ્રસ્થાપિત કરશે. જેને લઇને હાલના આંદોલનોને કોંગ્રેસની એજન્સી દ્વારા ચાલતા આંદોલનો પણ ગણાવ્યા હતા.

12 એપ્રિલ થી 28 એપ્રિલ સ્વામી વિવેકાનંદ રમોતોત્સવ

મંડલ  કક્ષાએ સ્પર્ધા યોજી યુવાનો ને ભાજપ સાથે જોડવાનો પ્લાન

6 એપ્રિલે ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો માં યુવા મોરચો જોડાશે

14 એપ્રિલ આંબેડક4 જયંતિ નિમિત્તે યોજાશે મેડિકલ કેમ્પ

11 થી 20 એપ્રિલ દરમિયાન યુવા મોરચા શિબિરનું આયોજન

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર