સુરતઃ2008બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકી યાસીન ભટકલની 30 મિનિટ સુધી પૂછપરછ

Apr 20, 2017 02:03 PM IST | Updated on: Apr 20, 2017 02:03 PM IST

સુરતમાં આતંકી યાસીન ભટકલની આજે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ અડધો કલાક સુધી પૂછપરછ કરી છે.2008 બોમ્બ બ્લાસ્ટ મામલે સુરતમાં આતંકી યાસીન ભટકલની પૂછપરછ ચાલી રહી છે.ઉમરા પોલીસ સ્ટેશનમાં ભટકલની પૂછપરછ શરૂ કરાઇ છે.

2008ના સુરતમાં 29 જેટલા બોમ્બ અને વિસ્ફોટક ભરેલી કાર મળી આવવાના કેસમાં આખરે સુરત પોલીસે આતંકવાદી યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો મેળવી લીધો છે. સુરત પોલીસે ખાસ અદાલતમાંથી યાસીનના 8 દિવસના પોલીસ રિમાન્ડ પણ મેળવ્યા છે, જેથી વધુ પૂછપરછ માટે યાસીનને બુધવારે મોડી રાત્રે સુરત લાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે યાસીને સુરતમાં બોમ્બ બનાવવા અંતે તેને પ્લાન્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,

સુરતઃ2008બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકી યાસીન ભટકલની 30 મિનિટ સુધી પૂછપરછ

તેને સુરતના તનવીર પઠાણ, ઝહિર પટેલ અને સાજીદ મન્સૂરી સાથે મળી બોમ્બ બ્લાસ્ટનો કારસો રચ્યો હતો, જોકે સર્કિટમાં ખામી થવાથી સુરતમાં એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો ન હતો. યાસીનની NIA દ્વારા નેપાળ બોર્ડરથી ધરપકડ કરવામ આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર