પાકિસ્તાનમાં ઝરદારીએ કહ્યુ- નહી થવા દઇએ પડોશીઓ સાથે યુદ્ધ

May 15, 2017 09:07 AM IST | Updated on: May 15, 2017 09:07 AM IST

પાકિસ્તાનના પુર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યુ કે પડોશીયો સાથે જંગ નહી થવા દઇે. પડોશી દેશો સાથે સારા સંબંધોની વકાલત કરતા ઝરદારીએ આરોપ મુક્યો કે પીએમ નવાઝ શરીફ અમેરિકાની નીતી પર ચાલી રહ્યા છે.

ઝરદારીએ નિવેદન કરતા કહ્યુ કે હવે ભારત સહિત ઇરાન અને અફઘાનિસ્તાન સાથે સીમા પર સંબંધોમાં તણાવ છે. નોધનીય છે કે ગત દિવસોમાં ઇરાને આતંકી ગતિવિધીયોને લઇ પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇકની ચેતવણી આપી હતી.

પાકિસ્તાનમાં ઝરદારીએ કહ્યુ- નહી થવા દઇએ પડોશીઓ સાથે યુદ્ધ

ધ ડોનને જરદારીએ કહ્યા મુજબ આપણે(પાકિસ્તાને) આપણા પડોશીયો સાથે વાતચીતથી મુદ્દાનો ઉકેલ કરવો જોઇએ, પરંતુ તે(શરીફ) જંગ તરફ આગળ વધી રહ્યા છે. એવું અમે નહી થવા દઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર