ઇન્ડોનેશિયાના જકાર્તામાં બ્લાસ્ટમાં ત્રણ પોલીસકર્મીના મોત,10 ઘાયલ

May 25, 2017 08:53 AM IST | Updated on: May 25, 2017 08:53 AM IST

ઇડોનેશિયાની રાજધાની જકાર્તાના પુર્વ હિસ્સામાં એક બસ સ્ટેશન નજીક બુધવારે એક પછી એક ત્રણ બોમ્બ ધડાકા થયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારીના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. લોકલ મિડીયા રીપોર્ટ અનુસાર સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોર પણ માર્યો ગયો હોવાની શંકા છે.

પોલીસ પ્રવક્તા સેત્યો વસિસ્તોએ કહ્યુ કે એક ગ્રુપ દ્વારા આયોજિત પરેડ જોતા સુરક્ષાની દ્રષ્ટીથી અહી પોલીસ તૈનાત કરાઇ હતી. પરેડ અહી પહોચે તે પહેલા જ બ્લાસ્ટ થયા હતા. આત્મઘાતી હુમલો ખોરે ઘટનાને અંજામ આપ્યો હતો.

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બ્લાસ્ટમાં ત્રણ પોલીસકર્મીના મોત,10 ઘાયલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર