રશિયામાં સેન્ટ પિટર્સબર્ગના બે મેટ્રો સ્ટેશનમાં બ્લાસ્ટ,10ના મોત

Apr 03, 2017 06:42 PM IST | Updated on: Apr 03, 2017 07:13 PM IST

રશિયાના સેંટ પીટર્સબર્ગ પાસે આવેલ બે મેટ્રો સ્ટેશન પર આજે બોંબ ધડાકા થયા છે. આ બ્લાસ્ટમાં 10 લોકોના મોત નીપજ્યાનું મનાઇ રહ્યુ છે જ્યારે 20થી વધુ લોકો ઘવાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બ્લાસ્ટ પછી સ્ટેશન પર અંધાધુધી મચી હતી અને ધુમાળો ફેલાયો હતો. ઘટના પછી વિસ્તારના મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે અને વિસ્તારમાં ભારે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

બ્લાસ થયા તે બંને મે્ટ્રો સ્ટેશન સેન્યાપ્લોશ્દ અને ટેકનોલોજી ચેસકી ઇસ્ટીટ્યૂટ છે. રશિયન ટીવી અનુસાર એક બ્લાસ્ટ મેટ્રો સ્ટેશન અંદર કરાયો છે.

સેન્ટ પિટર્સબર્ગ મેટ્રો સ્ટેશનમાં બ્લાસ્ટ

10 લોકોના મોતની આશંકાઃ સૂત્ર

મેટ્રો ટ્રેનની અંદર થયો બ્લાસ્ટ

બ્લાસ્ટના કારણે 3 મેટ્રો સ્ટેશન બંધ કરાયા

કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર

બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું

બ્લાસ્ટના કારણે મેટ્રો સ્ટેશન પર ધુમાડો ફેલાયો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર