કાબુલના ભારતીય દુતાવાસમાં રોકેટ પડ્યુ, ટ્રક ધડાકામાં મૃતકોની સંખ્યા 150 થઇ

Jun 06, 2017 05:11 PM IST | Updated on: Jun 06, 2017 05:11 PM IST

કાબુલમાં આજે બપોરે ભારતીય રાજદૂત મનપ્રીત વોહરાના ઘરના કમ્પાઉન્ડમાં એક રોકેટ આવી પડ્યુ હતું. દુતાવાસથી અહેવાલ મળી રહ્યા છે કે આ બ્લાસ્ટમાં કોઇ નુકશાનના સમાચાર નથી. આ ગ્રેનેડ એટેક ભારતીય દુતાવાસના ઘરના ટેનિસ કોર્ટમાં થયો.

ઇન્ડિયા હાઉસ જોબિ કાબુલમાં ભારતીય દુતાવાસ છે, સુરક્ષા વચ્ચે સ્થીત છે આસપાસ અન્ય દેશોના દુતાવાસ પણ છે. અહી નાટોનું હેડક્વાર્ટર પણ છે. આ ઘટના એવા સમયે થઇ જ્યારે કાબુલમાં કડી સુરક્ષા રખાઇ છે અહી કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં 27 દેશના અધીકારી સામેલ છે.

કાબુલના ભારતીય દુતાવાસમાં રોકેટ પડ્યુ, ટ્રક ધડાકામાં મૃતકોની સંખ્યા 150 થઇ

સ્થાનીક રીપોર્ટ અનુસાર કાબુલમાં ભારતીય દુતાવાસ પર રોકેટ પડવાની ઘટના આજે સવારે 11.15 કલાકે થઇ હતી. નોધનીય છે કે આજે સવારે જ્યારે ઇન્ટરનેશનલ કોંન્ફરન્સ શરુ થઇ તો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અફરફ ગનીએ જણાવ્યુ કે ગત દિવસમાં કાબુલમાં ટ્રક ધડાકો થયો તેમાં 150 લોકોના મોત થયા છે. 2001 પછી આ સૌથી મોટો હુમલો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર