ભારતીય નૌ સેનાના પુર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં મોતની સજા

Apr 10, 2017 03:42 PM IST | Updated on: Apr 10, 2017 03:48 PM IST

ભારતીય નૌ સેનાના પુર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં મોતની સજા ફટકારવામાં આવી છે. તેઓ મુંબઇમાં રહેતા હતા. જો કે  3 માર્ચ 2016માં પાકિસ્તાનેજાસૂસીનો આરોપ લગાવી તેમની ધરપકડ કરી લીધી હતી.

જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાની કોર્ટે સજા ફટકારી છે.પાકિસ્તાને ભારતીય ગુપ્તચર એજન્સી રો માટે કુલભૂષણ જાધવ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.  કુલભૂષણ જાધવ મુંબઇના રહેવાસી છે. પાકિસ્તાનમાં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

ભારતીય નૌ સેનાના પુર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં મોતની સજા

પાકિસ્તાને જાધવને ભારતીય જાસૂસ કહી ધરપકડ કરી હતી જ્યારે ભારતનું કહેવું છે જાધવ એક વ્યાપારી છે, પાકિસ્તાનનું કહેવું છે કે બલુચિસ્તાનથી ધરપકડ કરી હતી. જ્યારે ભારતે આ આરોપ નકાર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર