નવાઝ શરીફને 7 દિવસમાં સત્તા છોડી દેવા પાકિસ્તાની વકીલોએ આપી ધમકી

May 21, 2017 01:45 PM IST | Updated on: May 21, 2017 01:45 PM IST

પાકિસ્તાની વકીલોએ શનિવારે પ્રધાનમંત્રી નવાઝ શરીફને અલ્ટીમેટમ આપ્યુ છે કે પનામા પેપર્સ મામલે સાત દિવસમાં સત્તા છોડી દે નહી તો તેમની સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરાશે.સુપ્રીમ કોર્ટ બાર એશોસિયેશન અને લાહોર હાઇકોર્ટ બાર એશોસિયેશનને શનિવારે આ મામલે જાહેરાત કરી હતી.

બાર એશોસિયેશન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે પે પનામા પેપર્સ મામલે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશને લઇ પીએમ નવાઝ શરીફે હવે પદ પર રહેવું ન જોઇએ અને રાજીનામું આપીદેવું જોઇએ.

નવાઝ શરીફને 7 દિવસમાં સત્તા છોડી દેવા પાકિસ્તાની વકીલોએ આપી ધમકી

તેમણે કહ્યુ કે પનામા મામલે આ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શરીફ અને તેમના દિકરા વિત્તીય અનિયિમતાએ અને ભ્રષ્ટ્રાચાર કર્યો અને તપાસ માટે જેઆઇટી રચાયું હતું

શું ચે પનામા ગેટ

નોધનીય છે કે એપ્રિલ 2015માં પનામા પેપર્સ લીક મામલો સામે આવ્યો હતો. જેના આધાર પર કહેવાયું કે નવાઝ અને તેમના દિકરા દિકરોઓએ વિદેશમાં કંપનીઓ ખોલી સંપતિ વસાવી હતી. લંડનમાં મોટી છ સંપતી ખરીદી હતી. પછી શરીફે આ સંપતી ગીરવે મુકી 70 કરોડ રૂપિયાની લોન પણ લીધી હતી. પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે આ મામલે ગત વર્ષે તપાસના આદેશ કર્યા છે. જો કે શરીફે આરોપ નકાર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર