કિંગ જોગની મનમાનીથી અમેરિકા ચિંતિત, વ્હાઇટ હાઉસે બતાવ્યો ખતરો

May 16, 2017 01:24 PM IST | Updated on: May 16, 2017 01:24 PM IST

વ્હાઇટ-હાઉસે કહ્યુ કે ઉત્તર કોરિયા અમેરિકા અને તેના સહયોગિયો માટે લગાતાર ખતરો બની રહ્યુ છે. વ્હાઇટ-હાઉસએ એ સ્થિતીના સમાધાનમાં મદદ કરવા માટે ચીન અને રુસ જેવા દેશોને પ્રતિબંધને લઇ જે પણ કરી શકાય તે કરવા માટે અપીલ કરી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરએ કહ્યુ કે એમા કોઇ બે મત નથી કે ઉત્તર કોરિયા અમેરિકા અને અમારા સહયોગિયો જાપાન, દક્ષિણ કોરિયા અને પડોશી ચીન અને રુસ માટે લગાતાર ખતરો બની રહ્યુ છે.

કિંગ જોગની મનમાનીથી અમેરિકા ચિંતિત, વ્હાઇટ હાઉસે બતાવ્યો ખતરો

સ્પાઇસરના એક સવાલના જવાબમાં કહ્યુ કે અમે આ તમામ દેશોને ખાસ કરીને ચીન અને રૂસને એ માગ કરી રહ્યા છીએ કે તેઓ સ્થિતીના સમાધાન અને પ્રાયદ્રીપમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રતિબંધોના સંબંધમાં જે કંઇ પણ કરી શકતા હોય તે કરે.

તેમણે કહ્યુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દા પર વાતચીત કરવા માટે ઉત્સુક છે. ગત હપ્તામાં ઉત્તર કોરિયાએ એક વધુ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. તેમણે કહ્યુ આ મિસાઇલ કુસુંગ સ્થાનથી પરિક્ષણ કરાઇ અને જાપાન સાગરમાં પડી હતી. તેમણે કહ્યુ આ પરિક્ષણ ગેરકાયદે છે અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર