ઇગ્લેન્ડમાં થઇ શકે છે વધુ એક આતંકી હુમલો,મુખ્યસ્થળોએ સેના તહેનાત

May 24, 2017 11:17 AM IST | Updated on: May 24, 2017 11:17 AM IST

ઇગ્લેન્ડ પર હજુ પણ વધુ એક આતંકી હુમલાનું જોખમ છે. મંગળવારે માનચેસ્ટરના એક સ્ટેડિયમમાં થયેલા વિસ્ફોટમાં 22 લોકોના મોત નીપજ્યા બાદ વિશ્વમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

મેનચેસ્ટરના અરીનામાં સોમવારે રાતે પોપ સિંગરઅરિયાના ગ્રાન્ડે કોન્સર્ટ દરમિયાન બની હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં આતંકી હુમલો માની તપાસ કરી રહી છે.

ઇગ્લેન્ડમાં થઇ શકે છે વધુ એક આતંકી હુમલો,મુખ્યસ્થળોએ સેના તહેનાત

બ્રિટનના પીએમ ટેરીસાએ વધુ હુમલાની આશંકા વ્યક્ત કરી છે. જે પછી મહત્વના સ્થળો પર સેના ખડકી દેવાઇ છે. ખતરાની આશંકા જોતા તેના સ્તરને સીવિયરથી ક્રિટિકલ કરી દેવાયું છે.

બ્રિટિશ પીએમએ આશંકા વ્યક્ત કરી કે આ હુમલાને અંજામ આપવા એકથી વધુ આતંકી હોઇ શકે છે. જે પછી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય બની છે અને દરેક તબક્કે તપાસ કરી રહી છે.

લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટેનની સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે બ્લાસ્ટમાં હુમલો કરનાર આત્મઘાતી હુમલાખોર 22 વર્ષનો સલમાન આબદી હતો. મેનચેસ્ટરમાં દરોડા દરમિયાન એક સસ્પેક્ટની અટકાયતનો દાવો કરાયો છે. જ્યારે આતંકી સંગઠન આઇએસઆઇએસએ સોશિયલ મીડિયામાં એક નિવેદનમાં કહ્યુ કે તેમના સમર્થકો દ્વારા આ હુમલો કરાયો છે. હુમલામાં માર્યાગયેલામાં 3 લોકોની ઓળખ થઇ છે. જેમાં 8 વર્ષની સૈફી રોજ પણ છે.

સુચવેલા સમાચાર