ફ્રાંસ ફરી ધણધણ્યું:આઇએમએફમાં ફાટ્યો લેટર બોંબ,સ્કૂલમાં ફાયરિંગમાં ઘણા ઘાયલ

Mar 16, 2017 07:54 PM IST | Updated on: Mar 16, 2017 07:54 PM IST

ફ્રાંસની રાજધાની પેરિસ આજે દિવસમાં બે વાર ધણધણ્યું છે. પહેલો વિસ્ફોટ ઇટરનેશનલ મોનેટરી ફંડની ઓફિસ બહાર થયો બીજો ફ્રાંસની દક્ષિણ પ્રાંતની સ્કૂલમાં ફાયરિંગની ઘટનાના સમાચાર પણ જાણવા મળ્યા છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાની કે નુકશાનની સમાચાર સામે આવ્યા નથી.

આઇએમએફ બિલ્ડિગ બહાર વિસ્ફોટ થયો જ્યારે એક શખ્સ લેટર ખોલી રહ્યો હતો. હુમલામાં એક શખ્સને મામૂલી રૂપે ઘાયલ થયો છે જ્યારે અત્યાર સુધી જાનહાની અંગે માહિતી પ્રાપ્ત થઇ નથી. ત્યારે ફ્રાંસના એક મિલેટ્રી સ્કૂલને ટારગેટ કરી બંધૂકધારીએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફ્રાંસના મીડિયાના અહેવાલ મુજબ ઘણા લોકો ઘાયલ થયા છે.

ફ્રાંસ ફરી ધણધણ્યું:આઇએમએફમાં ફાટ્યો લેટર બોંબ,સ્કૂલમાં ફાયરિંગમાં ઘણા ઘાયલ

જો કે હજુ સુધીએ સ્પષ્ટ થયુ નથી કે આતંકી ઘટના છે કે નહીં. બે વર્ષ પહેલા થયેલા આતંકી હુમલાને પગલે ફ્રાંસમાં અત્યારે પણ ઇમરજન્સી જેવો માહોલ છે. આ પહેલા નવેમ્બર 2015માં ફ્રાંસની વીકલી મેગેજીન ચાર્લી એબ્દોના પેરિસ સ્થિત ઓફિસમાં આતંકી હુમલો થયો હતો.

સુચવેલા સમાચાર