પાકિસ્તાન ફરવા આવી હતી, બંદૂકની અણીએ કરાવ્યા નિકાહઃભારતીય યુવતિનું નિવેદન

May 08, 2017 03:46 PM IST | Updated on: May 08, 2017 03:46 PM IST

ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગએ છોકરીને બંધક બનાવી લીધા હોવાનું કહેવાતું હતું. ત્યારે આ છોકરીએ આરોપને નકારતા કહ્યું કે, તે પાકિસ્તાન ફરવા આવી હતી પરંતુ ગન પ્વાઇટ પર પાકિસ્તાની તાહિર અલી સાથે તેના નિકાહ કરાવી દેવાયા હતા.

છોકરીનું નામ ઉજ્મા છે. તે એક ડોક્ટર છે. સોમવારે કોર્ટમાં તેણે પોતાનું નિવેદન આપ્યું હતું. ઉજ્માએ કહ્યુ તે સુરક્ષિત ભારત પાછા ફરવા સુધી ઇસ્લામાબાદમાં ભારતનું દૂતાવાસ છોડવા નથી માગતી.

પાકિસ્તાન ફરવા આવી હતી, બંદૂકની અણીએ કરાવ્યા નિકાહઃભારતીય યુવતિનું નિવેદન

ઉજ્માએ કહ્યુ ગન પોઇન્ટ પર તેના નિકાહ કરાવી તેના કાગળીયે રાખી લેવાયા છે. તેણે જણાવ્યું કે મલેશિયાના તાહિર સાથે તેની મિત્રતા થઇ હતી.

તાહિરે આ દાવાને નકાર્યો

બીજી બાજુ તાહિરએ ઉજ્માના દાવાને નકાર્યોછે. હાલ ઉજ્મા કોર્ટ પહોચી છે. કોર્ટે તાહિરને પરિવાર સાથે બોલાવ્યો છે.

ujama-1

ત્રાસ અપાયાના આરોપ

ઉજ્માએ આરોપ લગાવ્યો કે તેને ત્રાસ અપાયો છે તેણે અપીલ કરી કે ભારત તેને મોકલી અપાય. નોધનીય છે કે, તાહિર અલીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય દુતાવાસમાં તેની પત્નીને બંધક બનાવી દેવાઇ છે. ત્યારથી આ મામલો ચર્ચામાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર