ભારતે કહ્યુ- જાધવને આઇએસઆઇએ ફસાવ્યો, જબરજસ્તી ગુનાની કરાવી કબુલાત

May 15, 2017 01:43 PM IST | Updated on: May 15, 2017 02:43 PM IST

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં કુલભૂષણ મામલે સુનાવણી શરૂ થઇ ચુકી છે. ICJમાં 11 જજોની બેચ સુનાવણી કરી રહી છે.ભારત તરફથી હરીશ સાલ્વે દલીલો કરશે. પાક. તરફથી દલીલો તહમીન જંજુઆ કરશે. કુલભૂષણની ફાંસીની સજા પર આંતરરાષ્ટ્રીય કોર્ટે રોક લગાવી છે. પાકિસ્તાને કુલભૂષણને જાસૂસીનો આરોપ લગાવી ફાંસીની સજા સંભળાવી છે.

kul bhusan

ભારતે કહ્યુ- જાધવને આઇએસઆઇએ ફસાવ્યો, જબરજસ્તી ગુનાની કરાવી કબુલાત

ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે સુનાવણી કરતા જતોની ટીમમાં એક ભારતીય જજ પણ સામેલ છે.

ઇન્ટરનેશનલ કોર્ટએ દીપક મિત્તલને ભારતનો પક્ષ રાખવા બોલાય્ા છે. ભારત દોઢ કલાક સુધી જાધવ મામલે પોતાનો પક્ષ રાખશે. દિપક મિત્તલ સાથે વીડી શર્મા,હરીશ સાલ્વે, કાજલ અને ચેતના રાય ભારતીય દળમાં છે.

દીપક મિત્તલે પક્ષ રાખતા કહ્યુ કે જાધવને ખોટા આરોપમાં ફસાવી એક વર્ષથી વધુ સમય જેલમાં કોઇ કાનૂની સહાયતા વગર રખાયો છે. પાકિસ્તાની આર્મી ચીફએ પોતે જાધવને ફાંસીની સજા કરી છે. આટલું નહી પાકિસ્તા તરપથી ભારત કે તેના પરિવારને કોઇ ચાર્જશીટ, ઇન્કવાયરી પેપરની જાણકારી પણ નથી આપવામાં આવી. મા-બાપને વીઝા પણ નથી અપાયા.

ભારત તરફથી પછી હરીશ સાલ્વે જાધવ મામલે ઇન્ટરનેશનલ કોર્ટમાં પક્ષ રજૂ કર્યો હતો. કહ્યુ હતું કે જાણીજોઇ જાધવને મળવા નથી દેવાતો. એક વર્ષથી તેમના અંગે જાણકારી નથી આપવામાં આવી. આ દેખીતી રિતે વિએના સંધીનું ઉલ્લંઘન છે.

સીએનએન ન્યૂઝ18 રીપોર્ટર મનોજ ગુપ્તાને અેક્સક્લૂસિવ જાણકારી મળી તે મુજબ પાકિસ્તાનની તૈયારીને લઇ. પાકિસ્તાન પોતાના પક્ષ આતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મુજબ રાખશે.

કૂલભૂષણ જાધવ જિવતો છે અને ફાંસી ત્યારેજ અપાશે જ્યારે ન્યાયિક પ્રક્રિયા પાકિસ્તાની અદાલતમાં પુરી થશે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે ચાલતી પ્રક્રિયાને ઝડપી રોકવા માગે છે. પાકિસ્તાન યુએઇથી એક દૂતને મોકલશે જે ઇન્ટરનેશનલ કોર્ટનો નજીકનો છે.

 • આ છે પાકિસ્તાનના પક્ષકાર

 • કુલભૂષણ જાધવ મામલે સુનાવણી 

  ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી

  જાધવની ફાંસી વિરુદ્ધ ભારતની અરજી પર સુનાવણી

  ICJમાં 11 જજોની બેચ કરી રહી છે સુનાવણી

  ભારતે કુલભૂષણની ફાંસીની સજા પર રોક લગાવવા કરી અપીલ

  જાધવને ફાંસી માનવાધિકારોનું ઉલ્લંઘનઃ ભારત

  જાધવને કાઉન્સલર મદદ ન આપવામાં આવીઃ ભારત

  પાકિસ્તાને ભારતની માંગણી ન સ્વીકારીઃ ભારત

  ભારતના 125 કરોડ લોકો ન્યાયની આશા રાખી રહ્યા છેઃ ભારત

  ન્યાયિક મદદ વિના પાકિસ્તાને સજા સંભળાવીઃ ભારત

  પાકિસ્તાને ભારતની માગ પર કોઈ પ્રતિક્રિયા ન આપીઃ ભારત

  જાધવ પર પાકિસ્તાને ખોટા આરોપ લગાવ્યાઃ ભારત

  જાધવને મળવાનો સમય પણ ન આપવામાં આવ્યોઃ ભારત

  જાધવની સુનાવણી અંગે કોઈ સૂચના આપવામાં ન આવીઃ ભારત

  જાધવના માતા-પિતા પાકિસ્તાન જવા ઈચ્છે છેઃ ભારત

  પરિવારને જાધવને મળવા માટે વિઝા ન આપવામાં આવ્યાઃ ભારત

  એક મહિનામાં પાકિસ્તાને 18 લોકોને ફાંસી આપીઃ ભારત

  ICJ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છેઃ ભારત

  જાધવની ધરપકડ બાદ કોઈ સૂચના આપવામાં ન આવીઃ ભારત

  પાકિસ્તાની મીડિયાથી ભારતને સૂચનાઓ મળીઃ ભારત

  પોતાના નાગરિકોના અધિકારોનું ધ્યાન રાખવાનો હકઃ ભારત

  તથાકથિત સુનાવણીમાં કોઈ પૂરાવા આપવામાં આવ્યા નહીં: ભારત

  જાધવનો મામલો ICJના દાયરા હેઠળ આવે છેઃ ભારત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર