અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ટીવી સ્ટેશન પર આત્મઘાતી હુમલો

May 17, 2017 08:17 PM IST | Updated on: May 17, 2017 08:17 PM IST

અફઘાનિસ્તાનનાજલાલાબાદ શહેરમાં રાજ્યના સ્વામિત્વ વાળા એક રાષ્ટ્રીય ટીવી સ્ટેશનના બિલ્ડીગ પર બુધવારે એક આતંકી હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે. જેમાં બે હુમલાખોર પણ સામેલ છે. અધિકારીઓએ સમાચાર એજન્સીને આપેલ વિગત મુજબ બે હુમલાખોર સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 6 જણા ઘાયલ છે.

આત્મઘાતી હુમલાખોર સમુહ જલાલાબાદના સરકારી કાર્યાલયો, જેમાં રાજ્યપાલ નિવાસ, એક પોલીસ સ્ટેશન અને એક ટીવી સ્ટેશનનો સમાવેશ થાય છે. બાદમાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ટીવી સ્ટેશન પર આત્મઘાતી હુમલો

ટોલોન્યૂઝના રિપોર્ટ અનુસાર હુમલો સવારે 10 કલાકે થયો છે. એક આરટીએ કર્મચારીનું કહેવું છે કે હુમલો થયો ત્યારે પરિસરમાં 40 લોકો હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર