અમેરિકામાં શિખ પર હુમલો, ગોળી મારતા હુમલાખોર તાડુક્યો- તમારા દેશમાં પાછા જતા રહો

Mar 05, 2017 10:20 AM IST | Updated on: Mar 05, 2017 10:20 AM IST

અમેરિકામાં શનિવારે વધુ એક ભારતીય પર હુમલાની ઘટના સામે આવી છે. કેટ શહેરમાં 39 વર્ષીય એક શિખની ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કરાયો છે. જો કે શીખનો જીવ બચી ગયો છે. હુમલાખોરે ગોળી ચલાવતા તાડુકયા કહ્યુ હતુ કે અપને દેશ વાપસ ચલે જાઓ.

bharti humlo

અમેરિકામાં શિખ પર હુમલો, ગોળી મારતા હુમલાખોર તાડુક્યો- તમારા દેશમાં પાછા જતા રહો

સિયાટલ ટાઇમ્સના અનુસાર જે સમયે ગોળી ચલાવાઇ ત્યારે શિખ પોતાના ઘરની બહાર મોટર સાઇકલ પર કંઇક કામ કરી રહ્યા હતા અને ત્યારે એક અજ્ઞાત વ્યક્તિ આવી તેમને ધમકાવા લાગ્યો અને ગોળી ચલાવી હતી જે તેમને વાગી હતી.કેટ પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે કંઇક બોલાચાલી બાદ ગોળી ચલાવાઇ છે. મનાય છે કે નસ્લભેદી ટિપ્પણી કરાઇ હોઇ શકે છે.

amerika gujrati hatya

10 દિવસમાં ત્રણ ભારતીયો પર હુમલા,1વર્ષમાં 14 ગુજરાતીના જીવ ગયા

ડોલરીયા દેશમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ હવે સલામત રહ્યા નથી. 10 દિવસમાં ત્રણ ભારતીયો પર હુમલાની ઘટના સામે આવી છે. જ્યારે એક વર્ષમાં અમેરિકામાં 14 ગુજરાતીઓએ જીવ ખોયા છે.

હર્નિશ પટેલની હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા લોકોએ ગાડી રોકી ગોળી મારી ગુરુવારે મોડી રાતે હત્યા કરી હતી. તેઓ મુળ વડોદરા જિલ્લાના શિનોરના વતની હતા.

સુચવેલા સમાચાર