બ્રિટનમાં સંસદ બહાર આતંકી હુમલો,પાચના મોત,100 પોલીસકર્મી કરી રહ્યા છે તપાસ

Mar 23, 2017 08:19 AM IST | Updated on: Mar 23, 2017 08:26 AM IST

બ્રિટન સંસદ બહાર આતંકી હુમલો થયો છે. બ્રિટિશ સંસદ બહાર એક હુમલાખોરે અંધાધૂધ ગોળીઓ વરસાવી હતી. અને પોતાની કાર નીચે અનેકને કચડ્યા છે. પછી તેણે સંસદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સંસદની કાર સંસદની દિવાર સાથે જઇ ટકરાઇ હતી.મૃતકમાં એક પોલીસ અધિકારી છે જેને સંદિગ્ધ આતંકીએ સંસદમાં ઘુસતા જ ચાકુથી હત્યા કરી હતી. ઘટના પછી સુરક્ષા જવાનોએ આતંકીને ઠાર કર્યો છે. આ પહેલા એક કારને વેસ્ટ મિસ્ટર બ્રિજ પાસે  કેટલાય લોકોને ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું પણ મોત થયુ છે.

આ હુમલા જે સમયે થયો ત્યારે સંસદમાં બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેરી સહિત લગભગ 200 સાંસદ હાજર હતા. હુમલામાં અત્યાર સુધી એક સુરક્ષાકર્મી સહિત એક મહિલાના મોત થયા છે જ્યારે ફાયરિંગમાં 40 લોકો ઘવાયા છે. 100થી વધુ પોલીસકર્મીઓ તપાસ કરી રહ્યા છે.

બ્રિટનમાં સંસદ બહાર આતંકી હુમલો,પાચના મોત,100 પોલીસકર્મી કરી રહ્યા છે તપાસ

સ્કાટલેન્ડ યાર્ડ પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી ઘટના માનીને તપાસ ચાલુ છે. આ ઘટનામાં 40 લોકો ઘવાયા છે. આ બાજુ ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરી કહ્યુ કે તે ભારતીય દુતાવાસના સંપર્કમાં છે. અત્યાર સુધી આતંકી હુમલામાં કોઇ ભારતીય ઘવાયાના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર