ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા ઇચ્છે છે ટ્રંપ, મધ્યસ્થી કરવા પણ તૈયાર

Apr 04, 2017 07:15 PM IST | Updated on: Apr 04, 2017 07:15 PM IST

અમેરિકાની ટ્રંપ સરકારે એક મોટો નિર્ણય કરતા મંગળવારે કહ્યુ કે ભારત અને પાકિસ્તાનના સંબંધોની કડવાહટ દૂર કરવા જોઇએ. જો આ માટે જરૂર પડે તો અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતે શાંતિ પ્રક્રિયાની ભૂમિકા નિભાવવા તૈયાર છે.

ટ્રંપ કરશે મધ્યસ્થી

ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા ઇચ્છે છે ટ્રંપ, મધ્યસ્થી કરવા પણ તૈયાર

યુનાઇટેડ નેશસમાં અમેરિકી સ્થાઇ પ્રતિનિધી નીકી હેલીએ મંગળવારે પ્રેસ સાથે વાતચીત કરતા ટ્રંપ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને લઇ ચિંતિત છે અને આ માટે ખુદ પોતે આગળ આવી શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા તૈયાર છે.

હેલીએ કહ્યુ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવને લઇ ચિંતિત અમેરિકી રાષ્ટ્રપતિ આ કામની દિશામાં પોતાની ભૂમિકા પર વિચાર કરે છે એ પણ સંભવ છે કે રાષ્ટ્રપતિ જાતે બંને વચ્ચે શાંતિ સ્થાપવા પ્રયાસ કરી શકે છે.

શું છે મુશ્કેલી

નોધનીય છે કે, ભારત,પાકિસ્તાન સાથે દ્રિપક્ષીય મુદ્દા પર વાતચીતના મુદ્દાને લઇ કોઇ ત્રીજા પક્ષનો વિરોધ કરતુ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રંપ 2016માં ચુંટણી પ્રચાર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદો ઉકેલવા માટે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા કહ્યુ હતું. પરંતુ તેમણે એ પણ કહ્યુ હતું કે આવું ત્યારે જ થશે જ્યારે બંને દેશો આ ઇચ્છશે. ટ્રંપએ ઇન્ટરવ્યુંમાં કહ્યુ કે જો એ(ભારત-પાકિસ્તાન) ઇચ્છે તો મધ્યસ્થીની ભૂમિકા નિવાવવા માંગશું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર