ઉત્તર કોરિયાને લઇ ગમે ત્યારે થઇ શકે છે યુદ્ધઃચીન

Apr 15, 2017 06:44 PM IST | Updated on: Apr 15, 2017 06:44 PM IST

ઉત્તર કોરિયાની પરમાણુ ગતિવિધિયો સામે અમેરિકાની ઘેરાબંધી પર ચીનએ ચોખ્ખા શબ્દોમાં કહ્યુ છે કે દુનિયા યુદ્ધ તરફ જઇ રહી છે અને ગમે ત્યારે યુદ્ધ થઇ શકે છે.ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ યુદ્ધ થઇ શકે છે તેવી ચેતવણી આપતા કહ્યુ કે અમે બધા પક્ષોને આહવાન કરીએ છીએ કે તે એક-બીજાને ભડકાવવાથી અને ધમકાવવાથી બચે, એ પછી શબ્દોથી હોય કે હરકતોથી. સ્થિતીને એવી ન થવા દો જેને સંભાળવી મુશ્કેલ પડી જાય.

તેમણે અમેરિકા સાથે વધી રહેલા તણાવને લઇ ચેતવણી આપી કે કોઇ યુદ્ધથી કોઇ પણ વિજેતા નહી હોય. આ ચીખી પ્રતિક્રિયા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના એ નિવેદન પછી આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ હતું કે ઉત્તર કોરિયાની સમસ્યાથી નીપટશું.

ઉત્તર કોરિયાને લઇ ગમે ત્યારે થઇ શકે છે યુદ્ધઃચીન

સંબંધોમાં આવી તીખાસ

ચીન એટલે જ ઉત્તર કોરિયા સામે બહુ કઇ કરતા બચતુ રહ્યુ છે,હાલમાં જ ચીનને પડોશી સાથે સંબંધોમાં નિરાશા વધી રહી છે. તેણે ઉત્તર કોરિયાથી કોલસાની આયાત પર રોક લગાવી દીધી છે. સાથે ચીનની સરકારી પ્રસારણ સેવા સીસીટીવીએ કહ્યુ કે ચીન 17 એપ્રિલએ બીજીંગ અને પ્યોગ્યાંગ વચ્ચે એયર ટાઇનાની સીધી સેવા સ્થગિત કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિએ આ નિવેદન એવી અટકળો વચ્ચે આપ્યુ છે જેમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયા એક વધુ પરમાણુ કે મિશાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે.

સુચવેલા સમાચાર