અસમમાં પુલનો મોદીએ લોકાર્પણ કરતા ચીન પરેશાન,કહ્યુ- અરુણાચલમાં સાવધાની રાખે ભારત

May 30, 2017 11:43 AM IST | Updated on: May 30, 2017 11:43 AM IST

ભારતમાં સૌથી લાંબા પપુલ 9.2 કિમી. ધોલા-સદિયા પુલ(ભૂપેન હજારિયા પુલ)નું લોકાર્પણ કરાતા ચીન પરેશાનો થયું છે. ચીનએ અરુણાચલ પ્રદેશમાં ઇફાસ્ટક્ચરનો વિકાસ કરવા માટે ભારતને સાવધાની બરતવા સાથે સંયમ રાખવાની સલાહ આપી છે.

નોધનીય છે કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલે છે. અને ચીન એ દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ તેમનો હિસ્સો છે.

અસમમાં પુલનો મોદીએ લોકાર્પણ કરતા ચીન પરેશાન,કહ્યુ- અરુણાચલમાં સાવધાની રાખે ભારત

ચીનના વિદેશ મંત્રાલયે ન્યુઝ એજન્સી આઇએએનએસને કહ્યુ,અમે ઉમ્મીદ કરીએ છીએ કે સીમા વિવાદ ઉકેલાય,બોર્ડર એરિયામાં શાંતિ માટે ભારત સતર્કતા રાખશે.

તેમણે કહ્યુ પુર્વી રાજ્ય અને ચીન-ભારત સીમા પર ચીનની સ્થિતી સુરંગત અને સ્પષ્ટ છે. ભારતે સતર્કતાથી આગળ વધવુ જોઇએ, જો કે સીધી રીતે પુલનો ઉલ્લેખ ચીને નથી કર્યો પરંતુ સીમા વિવાદ ઉકેલવા પર જોર આપવા કહયુ હતું.

મોદીએ કર્યુ હતુ પુલનું ઉદઘાટન

પીએમ મોદીએ ગત સપ્તાહે બ્રહ્મપુપત્ર નદી પર બનેલ ભૂપને હજારિકા પુલનું ઉદઘાટન કર્યું હતું. આ અસમના પુર્વીક્ષેત્રને અરુણાચલ પ્રદેશ સાથે જોડે છે. આ પુલથી બંને રાજ્યો વચ્ચેનું અંતર 165 કિ.મી. ઘટી જાય છે. અને પાંચ કલાકનો સમય બચે છે. આ પુલ અસમના તિનસુકિયા જિલ્લાના ધોલા અને સદિયાને જોડે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર