હોટ યોગ ગુરુ વિક્રમ ચૌધરી સામે અમેરિકામાં અરેસ્ટ વોરંટ, શારિરીક શોષણનો આરોપ

May 25, 2017 03:28 PM IST | Updated on: May 25, 2017 03:28 PM IST

કેલિફોર્નિયાની એક કોર્ટે ગુરુવારે યોગગુરુ વિક્રમ ચૌધરી સામે અરેસ્ટ વોરંટ કાઢ્યુ છે. વિક્રમ અમેરિકામાં સંચાલિત વિક્રમ યોગનો સંસ્થાપક છે. વિક્રમ પર તેની પુર્વ કાનૂની સલાહકારએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે વિક્રને 6.5 મિલિયન ડોલર ચુકવવાના હતા. જે તેણે ચુકવ્યા ન હતા. જે પછી કોર્ટએ અરેસ્ટ વોરંટ કાઢ્યુ છે.

લોસ એન્જલિસ સુપીરિયર કોર્ટના જજ એડવર્ડ મોરર્ટોનએ આદેશ કર્યો છે કે વિક્રમ 8 મિલિયન ડોલર રૂપિયા જમા કરી પોતાની જમાનત કરાવી શકે છે.

હોટ યોગ ગુરુ વિક્રમ ચૌધરી સામે અમેરિકામાં અરેસ્ટ વોરંટ, શારિરીક શોષણનો આરોપ

ચૌધરી પર વર્ષ 2013માં તેની પુર્વ લીગલ એડવાઇઝર મીનાક્ષી મીકી જફા-વોર્ડનએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે આરોપ કર્યો હતો કે જ્યારે તેણે એગ યોગા સ્ટુડેટ પર રેપ પછી મામલાને દબાવવા વિક્રમની મદદનો ઇનકાર કર્યો તો તેને નોકરીની કાઢી મુકવામાં આવી હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં કોર્ટે આદેશ કર્યો હતો કે ક્ષતિપુર્ણ રૂપે મીનાક્ષીને 6.47 મિલિયન ડોલર ચુંકવી દે. આ નિર્ણય પછી તુરંત વિક્રમ કેલિફોર્નિયા ચાલ્યો ગયો હતો.

મીનાક્ષીનો આરોપ છે કે,યોગગુરુએ નોકરી દરમિયાન યોન ઉત્પીડન કર્યું અને તેના પર અશ્લિલ ટિપ્પણીયો પણ કરી હતી.

સુચવેલા સમાચાર