બિલ ગેટ્સએ પીએમ મોદીના 'સ્વચ્છતા અભિયાન'ના કર્યા વખાણ

Apr 26, 2017 11:51 AM IST | Updated on: Apr 26, 2017 11:52 AM IST

માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સએ પણ સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ વિરુદ્ધ છેડાયેલી પીએમ નરેન્દ્ર મોદીની મુહિમની પ્રશંસા કરી છે. બિલ ગેટ્સએ પોતાના એક બ્લોગમાં લખ્યુ કે મોદી એવી સમસ્યાઓ પર જોર આપે છે જે અંગે સરકાર વાત કરવાનું તો છોડો વિચારવાનું પણ જરૂરી નથી સમજતી.બિલ ગેટ્સે 'ઈન્ડિયા ઈઝ વિનિંગ ઈટ્સ વોર ઓન હ્યુમન વેસ્ટ' ટાઈટલથી એક બ્લોગ લખ્યો છે. જેમાં તેણે મોદીની ઈન્ડિપેન્ડેન્સ ડેની સ્પીચનો ઉલ્લેખ કર્યો હતો.

બિલે બ્લોગમાં લખ્યું કે મેં થોડા સમય પહેલા જ ભારતની મુલાકાત કરી હતી, આ દરમિયાન મેં અદભૂત પહેલનો એક વીડિયો પણ બનાવ્યો. પીએમ મોદીના પ્રયાસોના સારા પરિણામ પણ સામે આવ્યા. 2014માં જ્યારે કેમ્પેઈન શરૂ થયું ત્યારે માત્ર 42 ટકા ભારતીયોને જ સફાઈ અવેલેબલ હતી જે આજે 63 ટકા લોકોને ફાયદો મળી રહ્યો છે. તેમણે કહ્યુ જો કોઇ પીએમ દેશની સ્વતંત્રતા દિવસના ભાષમમાં આ વાત કહેવાની હિમત રાખે તે બહાદૂરી ભર્યુ પગલું છે.

બિલ ગેટ્સએ પીએમ મોદીના 'સ્વચ્છતા અભિયાન'ના કર્યા વખાણ

બિલ ગેટ્સએ કહ્યુ ભારતના હિસ્સામાં તેની અસર જોવા મળે છે.મોદીએ જે પણ કહ્યું તેના પર અમલ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર