વિધાનસભામાં કોંગ્રેસે મહિલાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો,હોબાળો મચ્યો

Mar 09, 2017 05:47 PM IST | Updated on: Mar 09, 2017 05:47 PM IST

ગાંધીનગરઃ કોંગ્રેસે વિધાનસભામાં આજે મહિલાના અપમાનનો મુદ્દો ઉઠાવતા જ બંને પક્ષો આમને સામને આવી ગયા હતા.વિધાનસભા ગૃહની મહિલા સાર્જન્ટ અધ્યક્ષના આદેશ વિના કોગ્રેસના મહિલા ધારાસભ્ય કામીનીબેન રાઠોડને હાથ પકડીને ગૃહની બહાર ધકેલી દીધા હતા. અધ્યક્ષે ગૃહને અડધા કલાક માટે મુલતવી રાખી દીધી હતી. તો બીજી બાજુ કોગ્રેસનો આશ્રેપ છે. કે ભાજપની મોટી મોટી વાતો કરે છે. મહિલાની સન્માન ની પરતુ મહિલાઓને વાસ્તવિકતામાં ભાજપ સરકાર સન્માન આપવામાં નિષ્ફળ રહી છે.

વિધાનસભામાં કોંગ્રેસે મહિલાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો,હોબાળો મચ્યો

kaminiben

ગૃહના પ્રશ્નોતરી કાળ દરમ્યાન દહેગામ કોગ્રેસના ધારાસભ્ય કામીનીબેન ધ્વારા આશા વર્કર બહેનોના માદન વેતન મામલે પ્રશ્ન પુછયી ભાજપ સરકારની નિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તદ ઉપરાત માડવીની પિડીતા મહિલા સહિત મોદીના કાર્યક્રયમાં હાજરી આપવા માટે આવેલી નોઇડાની સંરપચ પોતાની રજુઆત કરવા નો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલા દિન નિમિતે આ તમામ મહિલાઓને ભાજપની સરકાર ધ્વારા માન સન્માન નહી પરતુ અપમાન કરીને તેમને જેલવાસ કરવામાં આવ્યા હતા.

માડવીની પિડાત મહિલા મોદી સમક્ષ ન્યાયનિ માગણી કરવાનો પ્રયાસ કરવા જતા હતા. તે પહેલા પોલીસે તેમના સાથે અત્યાચાર કરીને કરાઇ પોલીસ સ્ટેશન લઇને  જેલમાં પુરી દીધા હતા. જો કે આ મામલે ગૃહમાં મુદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરતુ અધ્યક્ષે બેસાડવાનો આદેશ કર્યો હતો. પરતુ કોગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં પોતાનો  હોબાળો યથાવત રાખીને વેલમાં ધસી આવ્યા હતા.

સુચવેલા સમાચાર