સરકારે મહિલા MLAને પ્રજાના વિકાસ માટે આપી વધુ એક ભેટ જાણો

Mar 08, 2017 01:42 PM IST | Updated on: Mar 08, 2017 01:42 PM IST

ગાંધીનગરઃ વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  નિતીન ભાઇ પટેલે વિધાનસભામાં વિશેષ જાહેરાત કરી હતી. વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગાંધીનગરમાં મહિલા સરપંચોને સંબોધશે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજયની ધારાસભ્ય તરીકે ચૂંટાયેલી મહિલા ધારાસભ્યોને એક કરોડની માર્ગ મકાન ના વિકાસ કામો માટે વધારાની ગ્રાન્ટ આપશે. નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે મહિલા ધારાસભ્યોને વધારાની આ ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.

સરકારે મહિલા MLAને પ્રજાના વિકાસ માટે આપી વધુ એક ભેટ જાણો

સુચવેલા સમાચાર