સુરતમાં મહિલાઓએ અનોખી રીતે ઉજવ્યો વુમન્સ ડે,લોકોને કર્યા જાગૃત જુવો

Mar 08, 2017 01:32 PM IST | Updated on: Mar 08, 2017 01:32 PM IST

સુરતઃ જ્યારે જ્યારે કોઈ અનેરા વ્યક્તિત્વના દર્શન થાયછે ત્યારે ત્યારે આપણા મોઢામાંથી નારી તુ નારાયણી સાંભળવા મળે છે. આજે પણ આ અનેરાવ્યક્તિત્વવાળા નારી શક્તિનો જ દિવસ છે. જેને બધા પોત પોતાની રીતે સેલિબ્રેટ કરતા હોય છે. દેશમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે.

આમ તો વિવિધ ટ્રસ્ટ તથા મંડળો દ્વારા મહિલા દિનની વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. જો કે સુરતમાં નર્સિગ એસોસિયેશન તથા ડોનેટ લાઇપ સંસ્થા દ્વારા આજના આ દિવસને અનોખી રીતે ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરત નવિ સિવિલ હોસ્પિટલના નર્સિગ એસોસિયેશન દ્વારા આજરોજ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તથા અંગદાન કરી લોકો અન્યને નવજીવન આપે તેવા ધ્યેય સાથે નવી સિવિલ હોસ્રિટલથી એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમા નર્સિગ સ્ટાફ, રેસિડન્ટ ડોકટરો તથા ડોનેટલાઇફના કાર્યકરો પણ જોડાયા હતા.

સુરતમાં મહિલાઓએ અનોખી રીતે ઉજવ્યો વુમન્સ ડે,લોકોને કર્યા જાગૃત જુવો

સુચવેલા સમાચાર