પોલીસવાનમાં બિયર ગટગટાવી,રાજકોટ પોલીસનો વીડિયો વાયરલ

Apr 20, 2017 04:18 PM IST | Updated on: Apr 20, 2017 04:18 PM IST

પોલીસવાનમાં જ પોલીસ કર્મીઓએ બિયર ગટગટાવી હોવાનો દીવમાં બનેલો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટ પોલીસનો છે. વિવાદિત વિડિયો ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયો દિવમાં બનાવાયો છે. પોલીસ વડાએ તપાસનો આદેશ આપ્યો છે.

rjk daru

રાજકોટ રૂરલ પોલીસ ટ્રેનિંગના બહાને દીવ પહોંચી છે. ત્યારે દીવમાં દારૂની મહેફિલ માણતી પોલીસનો વીડિયો વાયરલ બન્યો છે.ફોર્ટ રોડ પરની આલીશાન હોટેલ-બાર સામે પોલીસવાનમાં જ મહેફિલ જમાવી હતી.

વીડિયો વાયરલ મામલે SP અંતરીપ સુદએ નિવેદનમાં કહ્યુ હતું કે,પોલીસવાન હાલ દીવમાં જ છે.ટ્રેનિંગ માટે ગયા હતા, પરંતુ ત્યાં જવાની જ મનાઈ છે.જવાબદાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવશે.હાલ આ બાબતે તપાસના આદેશ અપાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર