નોટબંધી બાદ 10લાખથી વધુ રકમ ખાતામાં જમા કરી હશે તો વધશે મુશ્કેલી!

Jan 19, 2017 07:11 PM IST | Updated on: Jan 19, 2017 07:11 PM IST

અમદાવાદઃપીએમ નરેન્દ્ર મોદી દ્વારા 8મી નવેમ્બરે 500 અને 1000ની જુની નોટો ચલણમાંથી રદ કરી દેવાઇ હતી. તેમજ આ જુની નોટો જમા કરવા માટે 50 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક બે નંબરી નાણા વાળાઓએ પોતાના નાણા સફેદ કરવા માટે અન્ય ગરીબો સહિતના બેન્ક ખાતાનો ઉપયોગ કર્યો હોવાની શંકા છે. ત્યારે આવા લોકોને બક્ષવામાં નહી આવે.

500ની નવી નોટો  નોટબંધી બાદ જો ખાતામાં દસ લાખ રૂપિયા કે એનાથી વધુ રકમ જમા કરાવવામાં આવી હશે તો ઇનકમ ટેક્સ વિભાગને જવાબ આપવો પડશે. સુત્રો તરફથી મળતી માહિતી મૂજબ અંદાજે દોઢ લાખ બેન્ક ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ જમા થયા છે. આ સપ્તાહે ટેક્સ અધિકારીઓ સાથે ઇનકમ ટેક્સ વિભાગની વીડિયો કોન્ફરન્સિંગ થઇ છે જેમાં 10 લાખથી વધુ જમા કરનારની પુછતાછ કરવા માટે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે સાથે ખોટી રીતે હેરાન ન કરવાની પણ વાત થઇ છે.

નોટબંધી બાદ 10લાખથી વધુ રકમ ખાતામાં જમા કરી હશે તો વધશે મુશ્કેલી!

સુત્રો તરફથી મળતી માહિતી મૂજબ નાની રકમ જમા થયેલા ખાતાઓની તપાસ હાલ નહીં કરવામાં આવે. બીજા ચરણમાં નાના રકમ વાળા ખાતાઓની તપાસ થઇ શકે છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર