કચ્છના સફેદ રણમાં આજથી નેશનલ ટુરીઝમ સમિટ

Jan 20, 2017 09:37 AM IST | Updated on: Jan 20, 2017 09:37 AM IST

ભૂજઃકચ્છના સફેદ રણમાં આજથી શરૂ થનાર નેશનલ ટુરીઝમ સમિટ 2017માં ભાગ લેવા માટે આજે કેન્દ્રિય રમત ગમત પ્રધાન વિજય ગોહેલ, છતીસગઢના પ્રવાસન પ્રધાન દયાલદાસ બાગેલ સહિતના મહાનુભાવો, વિવિધ રાજયોના સેક્રેટરી ભૂજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. કચ્છ જિલ્લા વહીવટી તંત્રના આયોજન મુજબ વિવિધ એસકોર્ટ અને બંદોબસ્ત સાથે તમામ  મહાનુભઆવોને સફેદ રણ ધોરડો ટેન્ટસિટિ ખાતે પહોચ્યા છે.

સફેદ રણ ધોરડોમાં આજે બપોરે 3.30 વાગ્યે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ પ્રવાસન સમટિને ખુલ્લી મુકશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.  કેન્દ્રિય પ્રવાસન પ્રધાન ડો. મહેશ શર્મા, કેન્દ્રિય રમત ગમત પ્રધાન વિજય ગોહેલ સહિતના મહાનુભાવો અને વિવિધ રાજયોના સેક્રેટરી અને  અધિકારીઓ જોડાશે. આજે 125થી વધુ મહાનુભાવો ભૂજ પહોંચ્યા છે.

કચ્છના સફેદ રણમાં આજથી નેશનલ ટુરીઝમ સમિટ

ભૂજ એરપોર્ટ ખાતે માધ્મયો સાથે વાત કરતા કેન્દ્રિય રમત ગમત પ્રધાન વિજય ગોહેલએ આયોજન રમત ગમત અને પ્રવાસનના વિકાસ માથયાનું જણાવીને કહુયું હતું કે  દેશભરના ખેલાડીઓને આગળ લાવવા માટે એક ખાસ વેબ પોર્ટલ શરૂ કરાશે અને ભવિષ્યમાં  અભ્યાસક્રમમાં પણ રમત ગમત ને જોડી દેવાશે જેથી સારા ખેલાડીઓને પુરતું પ્લેટફોર્મ મળી શકે.  એક ભારત શ્રેષ્ડ ભારતની પરીકલ્પના વડાપ્રધાન મોદીની છે અને તેમના અગત રસને લઈને આ આયોજન થઈ રહયું છે જેનું પરીણામ ખુબ સરસ આવશે.

કેન્દ્રિય પ્રધાનો અને રાજયોના સચીવો માટે ત્રિસ્તરીય  સુરક્ષા

પ્રવાસન સમિટ 2017ને લઈને રાજયના પોલીસ વિભાગ દ્વારા સજજડ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રેન્જ આઈજી અનિલસિંહ જાડેજા, ભૂજ એસપી મકરંદ ચોહાણ સહિત ત્રણ એસપી, 19 ડિવાયેસપીનો કાફોલ સતત ખડેપગે છે. કેન્દ્રિય પ્રધાનો અને રાજયોના સચીવો માટે ત્રિસ્તરીય  સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ છે.  ભૂજ એરપોર્ટથી મહાનુભાવો માટે 75 ખાસ વીવીઆઈપી કાર અને 15 બસની વ્યવસ્થા કરાઈ છે.  આગામન થી જવાગમન સુધી સતત જવાનો સાથે રખાયા છે.

સુચવેલા સમાચાર