'યૂપીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભારત પાકિસ્તાન સંબંધ સુધરવાની આશા'

Mar 13, 2017 10:53 PM IST | Updated on: Mar 13, 2017 10:53 PM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતના સમાચાર પાકિસ્તાન અખબારોમાં પણ નોંધપાત્ર રીતે પ્રસિધ્ધ થયા છે. ડોન ન્યૂઝથી લઇને રોજનામા દુનિયા અખબાર સુધી વિધાનસભા ચૂંટણીના વિશ્લેષણને અલગ અલગ રીતે લેવાયા છે. કોઇ આને એક રીતે ભાજપની હાર તો કોઇએ આને વિશ્વમાં ભગવા બ્રિગેડનો કબ્જો બતાવ્યો છે. પાકિસ્તાનના મીડિયામાં મોદી મેજીકને કેવી રીતે રજુ કરાયા છે, જાણો

રોજનામા દુનિયાએ શું લખ્યું?

'યૂપીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભારત પાકિસ્તાન સંબંધ સુધરવાની આશા'

ઉત્તરપ્રદેશમાં મુસલામોની સંખ્યા સૌથી વધુ છે. આવામાં અહીં ભાજપને જીત એ ઘણું કહી જાય છે. આ જીત એ તરફ પણ ઇશારો કરી જાય છે કે ભારતીય મતદાતાઓ સત્તારૂઢ પાર્ટીથી સંતુષ્ટ છે. અખબારે એ પણ દાવો કર્યો છે કે, ભાજપની યૂપીમાં જીતને કારણે ભારત પાકિસ્તનના સંબંધોમાં સુધાર થવાની પણ શક્યતા છે. કારણ કે જે મકસદ માટે બંને દેશો વચ્ચે તણાવને હવા આપવામાં આવી હતી એ લક્ષ્ય ભારતની સત્તારૂઢ પાર્ટીએ પ્રાપ્ત કરી લીધું છે અને હવે આ બંને દેશો વચ્ચે તણાવને હવા આપવાથી કંઇ ફાયદો નહીં થાય.

ડોન અખબારનું શું કહેવું છે?

ડોન અખબારમાં યૂપી વિધાનસભાના પરિણામોને રસપ્રદ હેડિંગ સાથે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. હેડિંગ કંઇ આ પ્રકારે હતું કે, ત્રણ રાજ્યોમાં મોદીની પાર્ટીનો પરાજય. ડોનમાં લખાયું છે કે, ભારતના પાંચ રાજ્યોમાં થયેલ ચૂંટણીમાં ભાજપની 2 રાજ્યોમાં અને ત્રણ રાજ્યોમાં વિપક્ષ કોંગ્રેસને સફળતા મળી છે. રાજકીય વિશ્લેષક ઉત્તરપ્રદેશમાં ભાજપની સફળતાને નરેન્દ્ર મોદી માટે બીજીવાર ભારતના વડાપ્રધાન બનવાનો રસ્તો આસાન કરી હોતી ગણાવી રહ્યા છે.

ડેઇલી ઔસાફ શું લખે છે?

ડેઇલી ઔસાફ યૂપી અને ઉત્તરાખંડમાં ભાજપની જીતના સમાચારને બદલે શિવસેના નેતાના એ નિવેદન અંગે ભાર મુક્યો છે. જેમાં એમણે રામમંદિર બનાવવાની વાત કરી હતી. તાજેતરમાં જ શિવસેનાએ ઉત્તરપ્રેદશમાં 11 માર્ચેને ભાજપની શાનદાર જીત અંગે ભાજપને અભિનંદન આપ્યા અને આશા વ્યક્ત કરી હતી કે હવે અયોધ્યામાં રામ મંદિર જલ્દીથી બનશે. શિવસેના સાંસદ સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતું કે, રામનો વનવાસ હવે ખતમ થયો છે. હવે આશા છે કે અયોધ્યામાં રામ મંદિર જલ્દીથી બનશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર