કોર્ટનો સંદેશો સમાજ સુધી પહોંચાડવા માટે મિડીયા શ્રેષ્ઠ માધ્યમઃચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડી

Apr 30, 2017 04:31 PM IST | Updated on: Apr 30, 2017 04:31 PM IST

હાઈકોર્ટના ઓડિટોરિયમમાં બે દિવસીય વેસ્ટ ઝોન રિજીયોનલ કોન્ફરન્સનુ આયોજન થયુ છે.હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડીએ કહ્યુ છે કે, જ્યુડિશિયલ ડિલીવરી સિસ્ટમની ગૃણવત્તાને વધુ સુદૃઢ કરવા માટે વેસ્ટ ઝોન રિજીયોનલ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે.બે દિવસના આ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

all jaj

કોર્ટનો સંદેશો સમાજ સુધી પહોંચાડવા માટે મિડીયા શ્રેષ્ઠ માધ્યમઃચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડી

આ ઉપરાંત ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડીએ કહ્યુ છે કે સોસાયટી સુધી સંદેશો પહોંચાડવા માટે મિડીયાએ એક શ્રેષ્ઠ માધ્યમ છે.કોર્ટનો જે પણ સંદેશ છે તે મિડીયા થકી સમાજ સુધી પહોંચે છે.જો કે મિડીયાએ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવુ જોઈએ.મિડીયાએ ન્યાયિક નિર્ણયની ટીકા ટિપ્પણીથી દૂર રહેવુ જોઈએ.જ્યુડિશિયરી અને મિડીયા એમ બંનેની એક મર્યાદા છે.

મહત્વનુ છે કે, બે દિવસની આ કોન્ફરન્સ દરમિયાન ન્યાયિક સંસ્થાઓ સામેના પડકાર અને તેમના માટે રહેલી તકોને લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.

આર. એસ. રેડ્ડી( ચીફ જસ્ટિસ, ગુજરાત હાઈકોર્ટ)એ કહ્યુ હતું કે, જ્યુડિશિયલ ડિલિવરી સિસ્ટમની ગુણવત્તાને વધુ સુદૃઢ કરવા માટે આ કોન્ફરન્સનુ આયોજન થયુ છે.બે દિવસની આ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે.કોર્ટનો મત અને સંદેશ સમાજ સુધી પહોંચાડવા માટે મિડીયા એક શ્રેષ્ઠ માધ્યમ છે, પણ મિડીયાએ કાયદાની મર્યાદામાં કામ કરવુ જોઈએ. મિડીયાએ ન્યાયિક નિર્ણયની ટીકા ટિપ્પણીથી દૂર રહેવુ જોઈએ.

સુચવેલા સમાચાર