કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના

Jan 25, 2017 06:07 PM IST | Updated on: Jan 25, 2017 06:07 PM IST

અમદાવાદઃભર શિયાળે ઉનાળા બાદ હવે ચોમાસા જેવ માહોલ સર્જાય તેવી હવામાન વિભાગની આગાહી છે. બે દિવસથી બપોરે શિયાળો હોવા છતાં ગરમીનો અનુભવ થાય છે. આ ગ્લોબલ વોર્મિંગની અસરથી થાય છે.જાન્યુઆરીમાં ગુજરાત ઠંડીથી ઠુઠવાતુ હોય છે.પરંતુ હાલ તો ઉનાળાની ગરમી જેવુ વાતાવરણ ગુજરાત છે.

વેસ્ટર્ન ડિસ્ટબ્ન્સના કારણે પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાન પર એક અપર એર સાક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે.અપર એર સાક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.ઉતર ગુજરાત અને કચ્છમાં વાદળ છાયુ વાતાવરણ રહ્યુ છે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યુ છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં અને ઉતર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે મહત્તમ તાપમાન ઘટશે.પરંતુ લઘુતમ તાપમાનમાં વધારો થશે.જેના કારણે ઠંડીનો અહેસાસ નહી થાય.

વરસાદ થાય તો જીરૂ, ઘંઉ અને ચણા પાકને નુકસાન

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે કમોસમી વરસાદની સંભાવના.જો કે વરસાદ થાય તો જીરૂ, ઘંઉ અને ચણા પાકને નુકસાન થશે.જેને લઈ ખેડુતોમાં પણ ચિંતિત છે.જો કે રોજ બરોજ વાતાવરણમાં પ્રદુષણનુ પ્રમાણ વધી રહ્યુ છે.ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર પડી રહી છે.જેની અસર પણ હાલ વર્તાય રહી છે.કારણે શિયાળાની ઋતુમાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થય રહ્યો છે.જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડી પડે છે.જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન રેકોડ તોડવાના બદલે મહત્તમ તાપમાને રેકોડ તોડયો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર