વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ગુજરાતના વાતાવરણ પર અસર,કમોસમી વરસાદની શક્યતા

Apr 06, 2017 06:01 PM IST | Updated on: Apr 06, 2017 06:01 PM IST

રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફુકાતા અસર જોવા મળે છે.જેના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો હતો.તો સાથે સાથે અનેક વિસ્તારમાં વાદળ છાયુ વાતાવરણ રહ્યુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે પંજાબ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ છે. જેના કારણે ઉતર ગુજરાતના વાતાવરણ પર અસર જોવા મળી રહી છે. નોધનીય છે કે, ગઇકાલે સાંજે બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

plp kamosmi varsad

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ગુજરાતના વાતાવરણ પર અસર,કમોસમી વરસાદની શક્યતા

જેથી ઉતર ગુજરાતના એક થી બે વિસ્તારમાં આજે પણ સામાન્ય વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.જો કે પવનની દિશા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય રહ્યુ છે.પરંતુ 9 એપ્રિલથી પવનની દિશા બદલાશે.જેના કારણે ફરી ગરમીનો પ્રકોપ વધશે.

ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે દક્ષિણ-પશ્ચિમના પવનો

દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડકનો અહેસાસ

પંજાબ પર સર્જાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઉત્તર ગુજરાતના વાતાવરણ પર અસર

આજે ઉ.ગુજરાતના એકાદ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા

પવનની ગતિ પણ રહેશે તેજ

9 એપ્રિલથી મહત્તમ તાપમાનમાં થશે વધારો

 

સુચવેલા સમાચાર