ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા દો, ખબર પડી જશે પ્રજા કોની પડખે છે: અરુણ જેટલી

Oct 15, 2017 10:59 AM IST | Updated on: Oct 15, 2017 10:59 AM IST

નોટબંધી અને જીએસટી મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં વિરોધ પક્ષોને આડે હાધ લેતાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા દો, ખબર પડી જશે પ્રજા કોની પડખે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા દો, ખબર પડી જશે પ્રજા કોની પડખે છે: અરુણ જેટલી

વોશિંગ્ટનમાં આઈએમએફ અને વર્લ્ડ બેંકની મીટિંગમાં હિસ્સો લેવા ગયેલા જેટલીએ કહ્યું, તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શું થયું તેની બધાને જાણ છે.

નોટબંધી પછી પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી. ત્યારે ભાજપે કહ્યું હતું કે લોકોએ નોટબંધીના નિર્ણયને હાથોહાથ વધાવ્યો છે.

અમેરિકાની મુલાકાતમાં જેટલીએ ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમે યોજેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

સુચવેલા સમાચાર