ગુજરાતમાં વ્યાપમ: PG મેડિકલમાં પ્રવેશ આપવાના કૌભાંડનો પર્દાફાશ

Mar 10, 2017 11:18 AM IST | Updated on: Mar 10, 2017 12:47 PM IST

અમદાવાદ #દેશમાં બહુચર્ચિત મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ જેવું જ મસમોટું કૌભાંડ ગુજરાતમાં સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં પીજી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં મોટા પાયે ગેરરીતિ આચરાઇ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવી દેનાર વ્યાપમ જેવા જ આ કૌભાંડનો પર્દાફાશ એક આરટીઆઇને પગલે થયો છે. ગુજરાત યુનિવર્સિટીની બીજે મેડિકલ કોલેજ અને એનએચએલ કોલેજમાં પીજીમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત જાન્યુઆરી 2015માં પીજી મેડિકલની 300 બેઠકો પર પ્રવેશ આપવા માટે લેવાયેલી પરીક્ષામાં 900 જેટલા વિદ્યાર્થી બેઠા હતા. જે પૈકી 200 પાસ થયા હતા. જ્યારે બાકી રહેલી 100 બેઠકો પર પ્રવેશ આપવા માટે મોટા પાયે નિયમોની ઐસી તૈસી કરી મળતીયાઓ દ્વારા પ્રવેશ આપી દેવાયાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

પીજી મેડિકલમાં કેવી રીતે થયું વ્યાપમ કૌભાંડ

#300 બેઠકો પૈકી બાકી રહેલી 100 બેઠકો પર ખોટી રીતે પ્રવેશ અપાયો

#નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા

#ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓના ગુણ વધારી દેવાયા

#પરીક્ષા ના આપનારા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાયો

#મોટા માથાઓ દ્વારા લાખો રૂપિયા પડાવ્યાની રાવ

#તબીબો, નેતાઓ અને મોટા માથાઓના પુત્રોને અપાયો પ્રવેશ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર