વી.એસ.હોસ્પિટલને બનાવાશે કેશલેસ, 85 સીસીટીવી મુકાશે

Jan 30, 2017 08:05 PM IST | Updated on: Jan 30, 2017 08:05 PM IST

અમદાવાદઃઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું. રૂપિયા 4.81 કરોડના સુધારા વધારા સાથે સત્તા પક્ષે રૂપિયા 146.14 કરોડનું વર્ષ 2017-18નું બજેટ મંજૂર કર્યુ હતું. જો કે સત્તા પક્ષ દ્વારા કરવામાં આવેલા બજેટનું હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા વિરોધ કરાયો હતો. અને બજેટને ચેરીટી કમિશનર સમક્ષ લઇ જવા તૈયારી બતાવી હતી.

સત્તા પક્ષ ભાજપે વી એસ હોસ્પિટલનું વર્ષ 2017-18ના બજેટમાં દર્દીઓને ફાયદો કરવા માટે અનેક જોગવાઇ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં વિજળી ખર્ચ બચત માટે સોલાર રૂફ ટોપ પેનલ નાખવા માટે 20 લાખની જોગવાઇ કરાઇ હતી. આ સાથે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સંગાઓ માટે સુવિધાઓ ઉભી કરવા માટે 10 લાખની જોગવાઇ કરાઇ છે.

વી.એસ.હોસ્પિટલને બનાવાશે કેશલેસ, 85 સીસીટીવી મુકાશે

તેમજ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ વધતા હોસ્પિટલમાં વધારાના 85 સીસીટીવી મુકવા માટે 25 લાખની મંજૂર કરવામાં આવ્યા છે. આમ વી એસ હોસ્પિટલના બજેટમાં દર્દીઓની સુવિધાઓ માટે 10 ટકા અને બજેટની 90 ટકા રકમ એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ પાછળ ખર્ચ કરવાની મંજૂરી અપાઇ છે.

વી એસ હોસ્પિટલનું વર્ષ 2017-18નું બજેટ મંજૂર

સત્તા પક્ષે 4.81 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર

વર્ષ 2017-18નું રૂપિયા 146.14 કરોડનું બજેટ

હોસ્પિટલના ટ્રસ્ટીઓ સત્તા પક્ષના બજેટનો કર્યો વિરોધ

1 હજારની બેડની હોસ્પિટલ સામે માત્ર 120 બેડનું બજેટ રજૂ

ટ્રસ્ટીઓએ ચેરીટી કમિશનર સમક્ષ કરી સત્તા પક્ષ વિરોધ ફરિયાદ

વી એસ હોસ્પિટલને બનાવશે કેશલેશ પેમેન્ટ

હોસ્પિટલમાં મારામારીની ઘટના ડામમા 85 સીસીટીવી મુકાશે

રૂપિયા 40 લાખના ખર્ચે હોસ્પિટલની બિલ્ડીંગનું રિનોવેશન કરાશે

હોસ્પિટલમાં વિજળી બચત માટે સોલર રૂફ ટોપ પેનલ નખાશે

દર્દીઓન સગાઓની સુવિધા માટે 20 લાખના ખર્ચે નવા શેડ બનાવાશે

બજેટમાં સુવિધાઓ કરતા એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ વધારે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર