રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો જીતનો મંત્ર,સીએમ પદના ઉમેદવાર જાહેર નહી કરાય

May 07, 2017 08:29 AM IST | Updated on: May 07, 2017 08:29 AM IST

ગુજરાત કોંગ્રેસ કમિટીના તમામ મેંબરોનું આવનારી વિધાનસભા ચૂંટણીનું મંથન દિવસભર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે થયું છે શનિવારે સવારે ૧૧ કલાકે દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારા સ્થિત વોર રુમમાં ગુજરાત કોંગ્રેસનું મંથન શરૂ થયું હતું,. જેમાં ભરતસીંહ સોલંકી, શંકરસીંહ વાધેલા, શક્તિસીંહ ગોહીલ, અહમદ પટેલ, મધુસૂદન મિસ્ત્રી સહીત તમામ પદાઘીકારીઓએ રાહુલના દરબારમાં હાજરી આપી હતી જયા રાહુલે ગુજરાતમાં કોંગ્રેસને ઉપર લાવવાનો મંત્ર આપ્યો તો એક થઈ ભાજપ સરકારને માત આપી કોંગ્રેસની સરકાર સ્થાપવાનો પણ સુત્ર આપ્યુ હતું. નોધનીય છે કે, આંતરીક જુથવાદથી બચવા માટે રાહુલ ગાંધીએ તમામ સાથે ચર્ચા કરી અને નીર્ણય કર્યો હતો કે કોંગ્રેસના નેજા હેઠળ ચુંટણી લડાશે અને ગુજરાતમાં સીઅેમ પદનો ઉમેદવાર જાહેર કરવામાં નહી આવે.

તો બિજી બાજુ તમામ નેતાઓ બપોરે રાહુલના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા જયા તેજશ્રી બેને ઈટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે રાહુલજીએ તમામ ને જીતનો મંત્ર આપતા કહ્યું કે તેમના દ્વારા ગુજરાતમાં કરાવાયેલા સર્વેમાં કોંગ્રેસને ૧૫૦ બેઠકો પર જીત મળી રહી છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો જીતનો મંત્ર,સીએમ પદના ઉમેદવાર જાહેર નહી કરાય

આવામાં બન્ને પાર્ટીઓ ૧૫૦ બેઠકોની જીતની આશ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે તો પાટીદાર સહીત દલિત અને અનેક મુદ્દાઓને લઈ રાહુલે પણ ગુજરાતના કમિટી મેંબરોનો હોસલો બુલંદ કર્યો છે પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આંતરિક કલહ સાથે કોંગ્રેસ કેવી રીતે રાહુલના સપનાંની ૧૫૦ બેઠકો ગુજરાતમાં મેળવશે.

સુચવેલા સમાચાર