રોયલ ચેલેન્જર્સ માટે માઠા સમાચાર: આઇપીએલ 2017ની શરૂઆતની મેચોમાં નહીં રમે વિરાટ કોહલી!

Mar 28, 2017 05:44 PM IST | Updated on: Mar 29, 2017 03:02 PM IST

નવી દિલ્હી #ખભામાં થયેલી ઇજાને કારણે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 10મી સિઝનની શરૂઆતની મેચોમાં નહીં રમે એવી અટકળો તેજ બની છે. ઇજાને કારણે વિરાટના રમવા પણ શંકા સેવાઇ રહી છે. આઇપીએલ-10નો 5મી એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે અને પહેલી મેચ કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગત ચેમ્પિયન સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે.

વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફો ડોટ કોમના અહેવાલ અનુસાર મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ અપાયેલા એક નિવેદનમાં વિરાટ કોહલીએ કહ્યું કે સંપૂર્ણ રીતે ઠીક થતાં એને હજુ કેટલાક સપ્તાહનો સમય લાગે એમ છે.

રોયલ ચેલેન્જર્સ માટે માઠા સમાચાર: આઇપીએલ 2017ની શરૂઆતની મેચોમાં નહીં રમે વિરાટ કોહલી!

કોહલીએ કહ્યું કે, મને મેદાનમાં ઉતરતાં અને સંપૂર્ણ રીતે ઠીક થતાં કેટલાક સપ્તાહનો સમય લાગી શકે એમ છે. આવું કેરિયર દરિમાયન થતું રહે છે. રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલીને ખભાના ભાગે ઇજા થઇ હતી અને એને કારણે જ તે ચોથી ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો. ધર્મશાલા ટેસ્ટ મેચમાં કેપ્ટનની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.

આઇપીએલ-10મી સિઝન પાંચમી એપ્રિલથી શરૂ થઇ રહી છે અને પહેલી જ મેચ વિરાટ કોહલીની ટીમની છે, વિરાટના રમવા અંગે સત્તાવાર રીતે હજુ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. ગત સિઝનમાં કોહલીએ આઇપીએલમાં બેંગલુરૂ ટીમ માટે 973 રન બનાવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર