સાબરકાંઠાઃદોઢ મહિના સુધી ચાલનારા પોળો મહોત્સવનો પ્રારંભ

Jan 05, 2017 12:37 PM IST | Updated on: Jan 05, 2017 12:37 PM IST

હિંમતનગરઃ પોળો મહોસ્તવ 2017 આજે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે ખુલ્લો મુકાયો દોડ મહિનાથી વધુ ચાલશે. આ પોળો મહોત્સવ તો સાથે સ્થાનિકોને રોજગારી મળે તે માટે આ પોળો ઉત્સવ અહિ યોજાઈ રહ્યો છે

સાબરકાંઠાનાં વિજયનગરમાં આવેલા અભાપુરનાં જંગલોમાં આજે પોલો મહોત્સવનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

સાબરકાંઠાઃદોઢ મહિના સુધી ચાલનારા પોળો મહોત્સવનો પ્રારંભ

poldo utsav1

વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, વન અને આદિજાતી વિભાગના પ્રધાન ગણપત વસાવા અને વાહન વ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડીયા સહીત સાબરકાંઠા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અહી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.દોઢ મહિના સુધી ચાલનારા આ પોળો મહોત્સવમાં સાઈકલ રેસ, ટ્રેકિંગ, હોર્સ રૈડીગ સહિત અનેક કાર્યક્રમો યોજાનારા છે.

અહી વસતા આદિવાસીઓને રોજગારી મળે અને ગુજરાત સહીત ભારતભરના લોકોમાં પોળોના જંગલો અને પ્રાચીન મંદિરો વિષે જાણે એવા આશય સાથે આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ઉલ્લખેનીય છે કે આ કાર્યક્રમને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ખુલ્લો મુકનાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ થયો હતો.

આજે પોળો ઉત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે આદીવાસી લોકોને રોજગારી મળે અને અહિ તમામ પ્રકારની સેવા વાળી ટોન્ટ સીટી, જમવાની વ્યવસ્થા વિવિધ પ્રકારની સગવળો અહિ ઉપલબ્ધ છે.

સુચવેલા સમાચાર