ત્રણ કલાકની ધરપકડ બાદ વિજય માલ્યાનો જામીન પર છુટકારો

Apr 18, 2017 05:01 PM IST | Updated on: Apr 18, 2017 05:02 PM IST

નવી દિલ્હી #લીકરકિંગ વિજય માલ્યાનો જામીન પર છુટકારો થયાની વિગતો સામે આવી છે. વિજય માલ્યાના વકીલે આ દાવો કર્યો છે. ત્રણ કલાકની અટકાયત બાદ જામીન પર વિજય માલ્યાનો છુટકારો થયો છે.

વાંચો : વિજય માલ્યાના અન્ય સમાચાર

ત્રણ કલાકની ધરપકડ બાદ વિજય માલ્યાનો જામીન પર છુટકારો

ભારતીય બેંકોને નવ હજાર કરોડનો ચુનો લગાવી વિદેશ ભાગી જનાર લીકર કિંગ વિજય માલ્યાની આજે લંડન પોલીસે ધરપકડ કરી હતી. જેને પગલે સીબીઆઇની ટીમ પણ હરકતમાં આવી હતી.

જોકે આ સંજોગોમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજય માલ્યાનો જામીન પર છુટકારો થયો છે. વિજય માલ્યાના વકીલે આ મામલે દાવો કર્યો છે. વકીલના કહેવા મુજબ ત્રણ કલાકની અટકાયત બાદ વિજય માલ્યાને કોર્ટે જામીન આપ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર