લંડનમાં ધરપકડ કરાયેલા વિજય માલ્યાને લેવા જશે CBI ટીમ, આજે કોર્ટમાં રજુ કરાશે

Apr 18, 2017 04:22 PM IST | Updated on: Apr 18, 2017 04:22 PM IST

નવી દિલ્હી #ભારતીય બેંકો સાથે છેતરપિંડીના મામલે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરાઇ છે. માલ્યાને ઝડપથી ભારત લાવવામાં આવશે અને સીબીઆઇની ટીમ વિજય માલ્યાને લેવા માટે લંડન જશે.

વાંચો : વિજય માલ્યાના અન્ય સમાચાર

લંડનમાં ધરપકડ કરાયેલા વિજય માલ્યાને લેવા જશે CBI ટીમ, આજે કોર્ટમાં રજુ કરાશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની 17 જેટલી બેંકો સાથે અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના કિસ્સામાં વિજય માલ્યા સામે ગુનો નોંધાયો હતો. જોકે ધરપકડના ડરથી વિજય માલ્યા લંડન ભાગી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી વિજય માલ્યાને ભારત લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ ચાલી રહ્યા હતા.

માલ્યાની મંગળવારે સવારે લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજે સાંજે વેસ્ટમિસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવે શક્યતા છે. માલ્યા સામે મની લોન્ડરિંગ ઉપરાંત છેતરપિંડીનો પણ ગુનો નોંધાયો છે અને આ મામલે પ્રત્યાપર્ણ માટે ભારતે બ્રિટન સરકારને અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર