ભારતીય બેંકોને ચુનો લગાવનાર વિજય માલ્યાની લંડનમાં ધરપકડ

Apr 18, 2017 03:33 PM IST | Updated on: Apr 18, 2017 05:23 PM IST

નવી દિલ્હી #ભારતીય બેંકોને ચૂના લગાવનાર વિજય માલ્યાની છેવટે લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, ભારતીય બેંકોને કરોડો રૂપિયામાં ડૂબાડનાર વિજય માલ્યાની ધરપકડ માટે ભારત સરકારે ઇન્ટર પોલની પણ મદદ લીધી હતી.

ભારતીય બેંકોને અંદાજે 9 હજાર કરોડ કરતાં વધુનો ચુનો લગાવી લંડન ભાગી જનાર કિંગફિશરના માલિક વિજય માલ્યાની લંડન પોલીસે આજે ધરપકડ કરી છે. ધરપકડ કયા કારણોસર કરવામાં આવી છે એ હજુ સ્પષ્ટ નથી થયું અને ક્યારે ભારત લવાશે એ પણ કંઇ કહી શકાય એમ નથી.

અહીં નોંધનિય છે કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત ભારતીય બેંકોમાંથી રૂ.9 હજાર કરોડ કરતાં વધુની લોનની રકમ ભરપાઇ ન કરાતાં લીકર કિંગ વિજય માલ્યા સામે ગુનો નોંધાયો હતો. પરંતુ આ દરમિયાન તે લંડન ભાગી જવામાં સફળ રહેતાં ભારત સરકારે લંડન સરકાર સાથે પ્રત્યાપર્ણની વાત કરી હતી. જોકે આ ધરપકડ કયા કેસમાં થઇ છે એ અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર