રેન્સમવેર એટેકથી બચવા આટલું કરો,રાજ્ય સરકારે આપ્યા તકેદારીના આદેશ

May 16, 2017 02:08 PM IST | Updated on: May 16, 2017 02:08 PM IST

રેન્સમવેર વાયરસે દુનિયાભરમાં પોતાનો સપાટો બોલાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી તો ખાસ કરીને છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ રેન્સમવેર વાઈરસનો શિકાર બનીત હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે રાજકોટ સાયબર સેલ પણ રેન્સમવેર વાઈરસની ઝપટે ચડ્યુ છે. ત્યારે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કેવી રીત આપ આ વાઈરસથી બચી શકો છો. સાયબર એટેકની ગુજરાત પર અસર બે દિવસથી જોવા મળતા રાજ્ય સરકારે તકેદારીના આદેશ આપ્યા છે.

રેન્સમવેર એટેકથી બચવા આટલું કરો,રાજ્ય સરકારે આપ્યા તકેદારીના આદેશ

atm

રેનસમ વાઈરસની કોઇ એક પેટર્ન નથી. તે અલગ - અલગ સર્વર થી અલગ - અલગ લીંકથી તમારી સીસ્ટમ સર્વરમા કે ડીવાઇઝ પર હાવી થઇ શકે છે. આ વાઈરસ તમને સોશીયલ નેટવર્કિંગ સાઈટસ પરથી આવી શકે છે તો ક્યારેક તમારા મેઈલમાં એટેચ થઈને પણ આવી શકે છે. તો ક્યારેક  અમુક લીંક સાથે આવે છે જેમાં ક્લીક કરવાથી તમારા કોમ્યુટર કે સિસ્ટમ મા તમે રેનસમ વાયરસ ને એન્ટર કરી ઇન્સટોલ કરવા સહમતિ આપો છો. આ વાયરસ jepg, gif, xls, word જેવા અનેક ફોર્મેટ મા લીંક અપ થઇ તમારી સિસ્ટમ પર આવી શકે છે.

ત્યારે આવનારા દિવસોમાં આ રેનસેમ વાઈરસનો જ્યા સુધી પેચ ન મળે ત્યા સુધી તે આજ પ્રકારનુ તાંડવ કરતો રહેશે તે વાત તો નક્કી છે. જો કે સાયબર સેલની ટીમ રેનસમનો પેચ પણ તૈયાર કરી રહી છે જેથી કરી જે પણ ડેટા ઈન્ક્રિપ્ટ થયો છે તેને ડિક્રિપ્ટ કરી શકાય.

ઉપયોગી ફાઇલ હેક કરી માગે છે ખંડણી

આ વાયરસ તમારી સિસ્ટમ ની અમુક ફાઇલ - ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો છો તે શોધે છે તે માટે ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને પછી અંતે તે ફાઇલ નું ફોરમેટ ચેન્જ કરી નાંખે છે અને જેથી તમે જો તે ફાઇલ ફરી થી ઓપન કરવા જાઓ તો યા તો શોધી શકતા નથી યા તો ખોલી શકતા નથી.

હવે આપની સ્ક્ીન પર રેનસમ નો મેસેજ આવે છે જે કહે છે ૫ દિવસમાં આટલા રુપિયા (બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસે થી વધુ બીટકોઇન ની માંગણી થાય છે. જે પુર્ણ ન થતા આપણે આપણો ડેટા સંપુર્ણ પણે ગુમાવવો પડે છે.

વાયરસથી તમારી ફાઇલ ડેટાને આવી રીતે બચાવો

- પેન ડ્રાઇવ નો ઉપયોગ ટાળો

- અજાણ્યા લોકો નો ઇમેઇલ ચેક ન કરો

- જાણીતા વ્યક્તિઓ પાસે થી આવેલ નવિન પ્રકારના વિષયો વાળા ઇ મેઇલ ને અવગણી નાખો.

- નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો

- રોજ નું રોજ બેકઅપ લો

- ઓનલાઇન બેકઅપ પર પુરો ભરોષો ન રાખો

- અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટ કનેક્શન રાખવું જરુરી ન હોય તો ન રાખો.

- લોભામણી વોટ્સએપ પોસ્ટ વિચાર્યા વગર ક્લીક ન કરો.

- રેનસમ વાયરસ જો તમારા કોમ્યુટર મા આવે તો તે કોમ્યુટર તુરંત બીજી સીસ્ટમ થી અલગ કરી નાખો.

- વિશ્વાસ પાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશ ઓન રાખો.

સુચવેલા સમાચાર