શાહરૂખ ટ્રેન આપણી વાપરે છે અને પ્રેમ પાકિસ્તાનને કરે છેઃવીએચપી

Jan 26, 2017 11:23 AM IST | Updated on: Jan 26, 2017 11:23 AM IST

અમદાવાદઃ અમદાવાદ શારૂખ ખાનની નવી રિલીઝ થયેલી રઈસ ફિલ્મ નો વિશ્વ હિન્દૂ પરિષદે વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મ ના પ્રમોશન દરમ્યાન બરોડા રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટનાને પગલે વીએચપીએ પાકિસ્તાની અભિનેત્રી મહીરઆ ખાનને ફિલ્મમાં રોલ આપવા બદલ વિરોધ કરેલ.

vhp rais rosh

શાહરૂખ ટ્રેન આપણી વાપરે છે અને પ્રેમ પાકિસ્તાનને કરે છેઃવીએચપી

વીએચપીનાં મહા મંત્રી રણછોડ ભરવાડે જણાવેલ કે પાકિસ્તાન માં પૂર દરમ્યાન કરોડો રૂપિયા આપનાર શારૂખ ખાન રેલ્વે સ્ટેશન પર મૃત્યુ પામનાર ને 50 લાખ આપે. ગુનાહિત કૃત્ય કરનાર શારૂખ સામે ફરીયાદ થવી જોઇયે ફિલ્મ ના પ્રચાર માટે બરોડાથી ટ્રેન લઈ મુંબઈ જનાર શારૂખ ખાને કોઈની પરવાનગી લીધી હતી કે કેમ. તેમજ આટલી મોટી ભીડ ભેગી કારેલ તેં માટે નાં આયોજન નાં પ્રશ્ન પણ વીએચપી એ ઉઠાવ્યા છે.વીએચપીએ આક્ષેપ કર્યો છે કે શાહરૂખ ટ્રેન આપણી વાપરે છે અને પાકિસ્તાનને પ્રેમ કરે છે.

તો આ મામલે વીએચપી દ્વારા સેન્સર બોર્ડ ને અપીલ પણ કરવામાં આવ્યો છે કે ફિલ્મ રિલીઝ પર રોક લાગવા માં આવે અને સરકાર ને મીડિયા માધ્યમ દ્વારા રજુવત કરવામાં આવી છે કે શારૂખ ખાન અને અન્ય ફિલ્મી કલાકાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

 

સુચવેલા સમાચાર