યોગી આદિત્યનાથ બન્યા યુપીના સીએમ,શપથ બાદ મોદીને કર્યા વંદન

Mar 19, 2017 02:27 PM IST | Updated on: Mar 19, 2017 03:40 PM IST

યોગી આદિત્યનાથને UPની કમાન સોપવામાં આવી છે. આજે બપોરે 2.15 કલાકે યોગી આદિત્યનાથે યુપીના નવા સીએમ પદના શપથ લીધા છે.લખનઉના સ્મૃતિ ઉપવનમાં શપથ સમારોહનું આયોજન કરાયું છે. શપથ બાદ આદિત્યનાથે નરેન્દ્ર મોદીને વંદન કર્યા હતા તેમજ સ્ટેજ પર ઉપસ્થિત દિગ્ગજ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ ડે.સીએમના શપથ લીધા હતા.

પીએમ મોદી, અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે.શપથ ગ્રહણ સમારોહમાં અખિલેશ યાદવ, મુલાયમસિંહ હાજર છે.અડવાણી, મુરલી મનોહર જોષી, વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા છે. આ સિવાય ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ હાજર રહ્યા છે.એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

યોગી આદિત્યનાથ બન્યા યુપીના સીએમ,શપથ બાદ મોદીને કર્યા વંદન

સુચવેલા સમાચાર