આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર

May 08, 2017 04:15 PM IST | Updated on: May 08, 2017 04:15 PM IST

આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર મળવાનું છે ત્યારે આ મામલે વિધાનસભા ના અધ્યક્ષ રમણલાલ વોરા અને સીએમની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિ બેઠક મળી હતી. જેમાં આવતીકાલના gst બીલ રજુ થનાર છે તેની ચર્ચા કરવામાં આવી હતી.ત્યારે ખાસ કરી ને કાયદા સંલગ્ન સુધારા પણ કરવામાં આવશે અને વિધાનસભા ના સત્ર પહેલા આજે બપોરે ૩ કલાકે ગુજરાતનાં તમામ ધારાસભ્યોની બેઠકમાં gst બીલ ની પૂર્વ વિગતો તમામ ધારાસભ્યોને આપવામાં આવી હતી.

કોંગ્રેસ ના દંડક બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમે ત્રણ દિવસ ના સત્ર ની માંગ કરી હતી પણ અદ્યક્ષ દ્વારા ફક્ત એક દિવસીય સત્ર બોલાવાય રહ્યું છે બલવંતસિંહે જણાવ્યું હતું કે આ બીલ જ કોંગ્રેસ લાવ્યું છે.

આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર