વાઇબ્રન્ટ સમિટઃઅત્યાર સુધી 24,385 MOU થયા,હસ્તકલાની વસ્તુઓ ઓનલાઇન વેચવા એમેઝોન સાથે કરાર

Jan 11, 2017 07:54 PM IST | Updated on: Jan 11, 2017 07:54 PM IST

ગાંધીનગરઃવાઈબ્રન્ટ ગુજરાત પર આજે ડે.સીમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરી વિકાસ વિભાગમાં રોકાણ માટે રસ દાખવતાં 1575 MOU થયા છે.સીએમની હાજરીમાં 133 MOU મુખ્ય વિષયો પર થયા છે.

1000થી 4000 કરોડના 50 MOU થયા છે.રશિયા સાથેના MOU મહત્વના રહ્યા. પેટ્રોકેમિકલ ક્ષેત્રે મહત્વના MOU થયા છે.MRFએ GIDC સાથે રૂપિયા 4000 કરોડના MOU કર્યા છે.US અને જાપાન દ્વારા ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટ સિટીમાં MOU થયા છે.

વાઇબ્રન્ટ સમિટઃઅત્યાર સુધી 24,385 MOU થયા,હસ્તકલાની વસ્તુઓ ઓનલાઇન વેચવા એમેઝોન સાથે કરાર

નિતિન પટેલે વધુમાં માહિતી આપી હતી કે, આદિવાસી વિસ્તારોમાં બનતી હસ્તકલાની વસ્તુઓ ઓનલાઇન વેચવા એમેઝોન સાથે કરાર કરાયા છે.એસ્સાર,રિલાયન્સ દ્વારા બે મોટા MOU થયા છે.રશિયન કંપનીઓ સાથે રિફાઇનરી માટે બે મોટા MOU થયા છે. ધોલેરા સિટીને ડેવલોપ કરવા,ડિફેન્સ અને એરો પ્રેસ ક્લસ્ટર બનાવવા MOU થયા છે.

અત્યાર સુધી 24,385 MOU થયા,MOUના રોકાણનો આંકડો હજુ ગણવાનો બાકી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર