જીએસટીથી દેશને ફાયદો,વાઈબ્રન્ટ ગુજરાત દેશની ઇકોનોમિનું પ્રતિબિંબ છેઃઅરૂણ જેટલી

Jan 11, 2017 04:22 PM IST | Updated on: Jan 11, 2017 04:22 PM IST

જીએસટીથી દેશને ફાયદો,વાઈબ્રન્ટ ગુજરાત દેશની ઇકોનોમિનું પ્રતિબિંબ છેઃઅરૂણ જેટલી

અમદાવાદઃ આગામી 1 એપ્રિલથી સમગ્ર દેશમાં જીએસટીનો કાયદો અમલી બને તે માટે સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કર્યો હતો. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલા જીએસટી સેમિનારમાં તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકારના કડક નિર્ણયોના લીધે દેશના અર્થતંત્રમાં તેજી આવી છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ2017 ના બીજા દિવસે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો હતો કે મોદી સરકાર બન્યા બાદ દેશના વિકાસમાં ઝડપ આવી છે અને મોદી સરકારના કડક નિર્ણયોની અસર અર્થતંત્ર પર જોવા મળી રહી છે. જીએસટી આવવાથી સમગ્ર દેશને ફાયદો થશે. દેશની તમામ રાજ્ય સરકારોના સહયોગથી જીએસટી ઝડપથી અમલી બનશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ સેમિનારમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સમગ્ર રીતે જીએસટીના અમલ માટે તૈયાર છે અને વહીવટી કામગીરીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જીએસટીના કાયદા માટે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ મોદી સરકારને શ્રેય આપ્યો હતો. વર્ષ 2000માં તત્કાલીન પીએમ અટલબિહારી વાજપેયીએ જીએસટી માટે પહેલ કરી હતી પરંતુ 16 વર્ષે મોદી સરકારના કારણે આ શક્ય બન્યું હતું. 29 રાજ્યોના 90 થી વધુ રાજકીય પક્ષોને સાથે રાખીને આ મુશ્કેલ કાર્ય મોદી સરકારે પૂર્ણ કર્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત GST સેમિનાર, કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીનું સંબોધન

'લગભગ તમામ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવાની તક મળી'

'નામ ફક્ત વાઈબ્રન્ટ ગુજરાત છે પણ આ ભારતની ઇકોનોમિનું પ્રતિબિંબ છે'

દેશના આર્થિક ચહેરાને ઉજાગર કરે છે આ સમિટ: અરૂણ જેટલી

થોડા વર્ષો પહેલાં દેશમાં નિરાશાનું વાતાવરણ હતું: અરૂણ જેટલી

'પોલિસી, પેરાલિસીસ, નબળા રાજકીય નેતૃત્વના લીધે આર્થિક વિકાસ થતો ન હતો'

'2014માં સરકાર બન્યા પછી અર્થતંત્રને ધબકતું કરવા કડક નિર્ણયો લીધા'

GST સપ્ટેમ્બર 2017 પહેલા લાગુ થવું જરૂરીઃ અરૂણ જેટલી

સરકાર તેને પહેલી એપ્રિલથી લાગુ કરવા કટિબદ્ધઃ અરૂણ જેટલી

GST સેમિનારમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું સંબોધન

ભવિષ્યને ધ્યાનમાં રાખી વાઈબ્રન્ટનું આયોજનઃ નીતિન પટેલ

દેશને આગળ લઈ જવામાં GST મદદરૂપ બનશેઃ નીતિન પટેલ

પીએમએ પ્રગતિ અને વિકાસને ધ્યાનમાં રાખ્યાઃ નીતિન પટેલ

GST સેમિનારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

'વર્ષ 2000માં પૂર્વ PM વાજપેયીએ GST લાવવા શરૂઆત કરી હતી'

'આજે 16 વર્ષ બાદ PM મોદી અને અરૂણ જેટલી તેને લાવવામાં સફળ થયા'

'29 રાજ્યના 90 રાજકીય પક્ષને સાથે રાખી GST અમલી બનાવવું સૌથી મોટી સફળતા'

'ઝડપથી GST લાગુ થાય તે માટે ગુજરાત સરકાર તમામ સહયોગ માટે તૈયાર'

 

વાઇબ્રન્ટ 8માં થયેલા કેટલાક એમઓયુંની માહિતી

(1) ગાંધીનગર: મુન્દ્રા સોલાર-અદાણી ગ્રુપ દ્વારા 4200 કરોડના MoU થયા સાઈન :

(2) 1700 કરોડના MoU આઈટી સેક્ટરમાં થયાં સાઈન    :

(3)  500 કરોડના MoU ગ્રીન ફેસીલિટી ઓફ મેન્યૂફેક્ચરિંગ ઓફ વેક્સીંગ માટે સાઈન :

 (4) 1375 કરોડના MoU માનવીના DNA અંગેના MoU થયાં સાઈ

(5)  વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત બાયોટેકનોલોજી સેમિનાર 16000 કરોડના 89 MoU આઈટી સેક્ટરમાં બાયો ટેકનોલોજી ક્ષેત્રે થયાં

(6) 'અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં 2000 કરોડના 9 MoU સાઈન કરાયા'

8) ગાંધીનગર o: વાઇબ્રન્ટ સમિટ-2017 મ્યુનિ. કોર્પો.એ કર્યા MoU એફોર્ટેબલ હાઉસ આવાસ અંતર્ગત કર્યા MoU 6 MoUમાંથી 1 MoU અમદાવાદ કોર્પોરેશનનો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર