ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા, 25 હજાર MoU થયા, શું છે ખાસ? જાણો

Jan 12, 2017 11:52 PM IST | Updated on: Jan 12, 2017 11:54 PM IST

ગાંધીનગર #વાઇબ્રન્ટ ગુજરાતની આ ભવ્ય સમિટની સફળતા દ્વારા ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે સાંજે વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી માત્ર ગુજરાતનું બ્રાન્ડીંગ જ નહીં, સંસ્કાર, સંસ્કૃતિનું બોન્ડિંગ પણ થયું છે. વિકાસાભિમુખ ભારત દેશ બદલાઇ રહ્યો છે અને ગુજરાત આ બદલાવનું પ્રવેશદ્વાર બન્યું છે એનો દરેક ગુજરાતીને ગૌરવ છે.

વાંચો : વાઇબ્રન્ટ ગુજરાતમાં કેટલા એમઓયૂ થયા 

ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા, 25 હજાર MoU થયા, શું છે ખાસ? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારથી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નો આજે દબદબાભેર સમાપન થયું. રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય, રક્ષા મંત્રી મનોહર પારિકર સહિત અગ્રણીઓ આ સમાપન સમારોહની ખાસ ઉપસ્થિતિ હતા.

ગ્લોબલ સમિટ 2017ને સફળ ગણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ ભવ્ય સમિટની સમફળતા દ્વારા ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા છે. મુખ્યમંક્રીએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વમાં બદલાવ આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસાભિમુખ ભારત દેશ બદલાઇ રહ્યો છે. આ બદલાવનું પ્રવેશદ્વાર ગુજરાત રાજ્ય બન્યું છે. તેનું પ્રત્યેક ગુજરાતીને ગૌરવ છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે 8મી શૃંખલાએ ભારત દેશ અને ગુજરાત રાજ્યની આન બાન શાન વધારી છે. તેમણે કહ્યું કે, આ સમિટથી કરોડો રૂપિયાનું રોકાણ ગુજરાતમાં સાથેસાથે રાજ્યના લાખો યુવાનોને રોજગારીનો સોનેરી અવસર મળશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર