વાઇબ્રન્ટ ગુજરાત: આજે બીજા દિવસે GST સેમિનાર, શું છે ખાસ? જાણો

Jan 11, 2017 10:51 AM IST | Updated on: Jan 11, 2017 11:22 AM IST

ગાંધીનગર #ગાંધીનગર ખાતે સોમવારથી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાતની 8મી સમિટમાં આજે બીજા દિવસે જીએસટી સેમિનાર યોજાયો છે. જેમાં દેશના નાણામંત્રી સહિત અન્ય મંત્રીઓ અને દિગ્ગજ મહાનુભાવો હાજર રહ્યા છે.

વાંચો : વાઇબ્રન્ટ ગુજરાત ઉદઘાટન સમારોહ કેવો રહ્યો?

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી હતી. ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટનર દેશોના વડાઓ, દિગ્ગજ મહાનુભાવો તેમજ જાણીતા બિઝનેશમેનોએ પોતાના પ્રતિભાવ આપી વાઇબ્રન્ટ ગુજરાતને વિકાસની સફળ કેડી ગણાવી હતી.

વાંચો: વાઇબ્રન્ટ ગુજરાતમાં PM મોદી સહિત મહાનુભાવોએ શું કહ્યું?

વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે આજે જીએસટી સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત અન્ય કેન્દ્રિય મંત્રીઓ, બિઝનેશમેન સહિત મહાનુભાવો જોડાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર